AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટીમ ઈન્ડિયાના બોલર આકાશ દીપના લગ્નની વિધિઓ શરૂ થઈ, આખા ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું

ટીમ ઈન્ડિયાના બોલર આકાશ દીપના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તિલક સમારોહ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો, જેમાં આખા ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભોજપુરી સિંગર સહિત અનેક નેતાઓ સામેલ રહ્યા હતા.

Breaking News : ટીમ ઈન્ડિયાના બોલર આકાશ દીપના લગ્નની વિધિઓ શરૂ થઈ, આખા ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
Image Credit source: AI
| Updated on: Jun 22, 2026 | 1:55 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ હવે પોતાની લાઈફમાં નવી ઈનિગ્સ શરુ કરવા જઈ રહ્યો છે. રવિવારે રોહતાસ જિલ્લાના શિવસાગર સ્થિત તેના પૈતૃક ગામ બડ્ડીમાં આયોજિત તિલક સમારોહમાં જશ્નનો માહૌલ જોવા મળ્યો હતો. સેલિબ્રિટી વેડિંગ તરીકે શરુ થયેલા આ સમારોહમાં એક બાજુ પારંપારિક રીત -રિવાજ જોવા મળ્યો હતો. બીજી બાજુ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને રાજનેતાઓ એકઠા થતાં ગામમાં મેળા જોવો માહૌલ જોવા મળ્યો હતો.

ક્રિકેટર આકાશદીપના તિલક સમારોહમાં બડ્ડી ગામને સુંદર રંગ-બેરંગી રોશની અને ભવ્ય મંચથી સજાવવામાં આવ્યું હતુ. દિલ્લીથી આવેલા વિશેષ ઈવેન્ટ મેનેજમેન્ટ અને મેકઅપ ટીમે આખું આયોજન કર્યું હતુ.

જાણકારી અનુસાર ડેહરી ઓન સોન માનિકપુરથી છોકરી પક્ષના લોકો પારંપારિક રીતિ-રીવાજ સાથે તિલક લઈ પહોંચ્યા હતા. સ્થાનિક મંદિર અને ઘરના પ્રાંગણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તિલકની વિધિ પુરી થઈ હતી. જ્યાં પરિવારના કેટલાક લોકોએ વરરાજો બનેલા આકાશ દીપને લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. પોતાના ફેવરિટ ક્રિકેટરને જોવા માટે ગામમાં હજારો ચાહકોની ભીડ ભેગી થઈ હતી.

Akash Deep wedding

ભોજપુરી સ્ટારની મેહફિલ જામી

આ તિલક સમારોહની સૌથી મોટી યુએસપી ભોજપુરી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોની હાજરી રહી હતી. સમારોહમાં હજારો મહેમાનો માટે એક ભવ્ય વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેનુમાં પારંપારિક બિહારી ફુડ સાથે અનેક પકવાનો રાખવામાં આવ્યા હતા.ભીડને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર અને ખાનગી સુરક્ષા ગાર્ડ્સ દ્વારા કડક ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સેલિબ્રિટી અને રાજકારણીઓની હાજરીમાં કોઈ અંધાધૂંધી ન થાય.

જાણો ક્યારે છે આકાશ દીપના લગ્ન, જુઓ શેડ્યુલ

આકાશ દીપના પરિવાર મુજબ તિલક સમારોહ પૂર્ણ થયા બાદ લગ્નની અન્ય વિધી શરુ થઈ હતી. 23 જૂનના રોજ હલ્દી સેરેમની અને મટકોરની વિધી કરવામાં આવશે. 24 જૂનના રોજ વારણસીની આલીશાન હોટલમાં લગ્ન ભવ્ય સમારોહ સાથ પૂર્ણ થશે. જેમાં રમત-ગમત અને મનોરંજન જગતની હસ્તીઓ પહોંચવાની આશા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર

આકાશ દીપનો જન્મ 15 ડિસેમ્બર 1996ના રોજ થયો છે. એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે જમણા હાથના ઝડપી બોલર અને જમણા હાથના નીચલા ક્રમના બેટ્સમેન તરીકે રમે છે. તે સ્થાનિક ક્રિકેટમાં બંગાળ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરે છે.

6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન, ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">