
ક્વાઝુલુ-નેટલ ઇનલેન્ડના ફાસ્ટ બોલર ચાડ લેકોકે દક્ષિણ આફ્રિકાની ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ, CSA Pro20 કપમાં ઇતિહાસ રચ્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરે ટાઇટન્સ સામે એક જ ઓવરમાં પાંચ વિકેટ લીધી હતી. ચાડ લેકોકે ટાઇટન્સની ઇનિંગની 19મી ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પહેલા બોલ પર એક વિકેટ લીધી, પછી બીજા બોલ પર બે રન આપ્યા, અને પછીના ચાર બોલમાં ઓવરમાં પાંચ વિકેટ લઈને ડબલ હેટ્રિક લીધી.
ટાઇટન્સ ખૂબ જ ઝડપી ગતિએ બેટિંગ કરી રહ્યું હતું. પરંતુ પછી 19મી ઓવરમાં કંઈક અણધાર્યું બન્યું. ચાડ લેકોકે પહેલા લ્યુસ ડુ પ્લુયને બોલ્ડ કર્યો. પછી તેણે બીજા બોલ પર બે રન આપ્યા. તેણે ત્રીજા બોલ પર દયાન ગેલિયમ, ચોથા બોલ પર એફિવે માન્યાન્ડા, પાંચમા બોલ પર જાન્કો સ્મિટ અને છઠ્ઠા બોલ પર એસોસા અહિવાબાને આઉટ કર્યા. ચાડ લેકોકની જોરદાર બોલિંગ છતાં ટાઇટન્સે 20 ઓવરમાં 204 રન બનાવ્યા.
5 Wickets in the Over for Chad Laycock!
18.1 – Leus du Plooy Bowled
18.2 – Two Runs
18.3 – Dayyaan Galiem Caught
18.4 – Aphiwe Mnyanda Bowled
18.5 – Janco Smit Bowled
18.6 – Esosa Aihevba BowledTitans 193/4 to 195/9 https://t.co/1PNBxabOYh
— CricketGully (@thecricketgully) October 13, 2026
રસપ્રદ વાત એ છે કે, ચાડ લેકોકે આ મેચ પહેલા તેની T20 કારકિર્દીમાં ફક્ત બે વિકેટ લીધી હતી, જેનો ઇકોનોમી રેટ 9.11 રન પ્રતિ ઓવર હતો. જોકે, આ મેચમાં, તેણે 4 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ લીધી.
This dude just bowled 4 wickets in a row. 5 wickets in his over and now has 6 wickets for the match
Chad Laycock!!!! What the heck dude.
#Unbreakable #Pro20Cup https://t.co/CIdm1vJtD8
— Mish ✌ (@Mish_Sattar) October 13, 2026
Published On - 8:48 pm, Tue, 13 October 26