Breaking News: શું વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા સાથે ચાલી પણ નથી શકતો ? જાણો વાયરલ વીડિયો પાછળનું સત્ય

આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓથી અલગ ચાલતો જોવા મળે છે, જેના કારણે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે. જોકે, વીડિયોની પાછળનું સત્ય કંઈક અલગ જ છે. જાણો આખી હકીકત અને ICCના નિયમો શું કહે છે.

Breaking News: શું વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા સાથે ચાલી પણ નથી શકતો ? જાણો વાયરલ વીડિયો પાછળનું સત્ય
Vaibhav Suryavanshi
Image Credit source: X
| Updated on: Jun 25, 2026 | 7:52 PM

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે મેચની T20 શ્રેણી શરૂ થવા પહેલા વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વૈભવ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓથી થોડો અલગ ચાલતો જોવા મળે છે. આ વીડિયો બાદ કેટલાક યુઝર્સે દાવો કર્યો કે વૈભવને ટીમના ખેલાડીઓથી દૂર રાખવામાં આવ્યો છે.

આયર્લેન્ડમાં વૈભવનો વીડિયો વાયરલ

જોકે, હકીકતમાં આ દાવામાં કોઈ સત્ય નથી. વૈભવ સૂર્યવંશી અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ વચ્ચે કોઈ અંતર રાખવાનો નિયમ નથી. વીડિયો દરમિયાન તે અલગ દેખાયો હતો તે માત્ર એક સંયોગ હતો. ICC અથવા ECB ના કોઈપણ નિયમ મુજબ વૈભવને ટીમના સભ્યોથી દૂર રહેવાની જરૂર નથી.

 

ખેલાડીઓથી અલગ દેખાતા ચર્ચાઓ શરુ થઈ

વૈભવ ટીમ સાથે મુસાફરી કરી શકે છે, પ્રેક્ટિસ કરી શકે છે અને મેચ દરમિયાન તમામ ટીમ એક્ટિવીટીમાં ભાગ લઈ શકે છે. જોકે, તેની ઉંમર 16 વર્ષથી ઓછી હોવાથી ICC અને ECB ના સેફગાર્ડિંગ નિયમો મુજબ તે સિનિયર ખેલાડીઓનો ડ્રેસિંગ રૂમ અથવા ચેન્જિંગ રૂમ શેર કરી શકતો નથી. આ નિયમ તમામ અંડર-16 ખેલાડીઓ માટે લાગુ પડે છે.

BCCI એ વૈભવ માટે ખાસ વ્યવસ્થા કરી

વૈભવને અનુકૂળ વાતાવરણ મળે તે માટે BCCI એ પણ ખાસ વ્યવસ્થા કરી છે. બોર્ડે તેના માતા-પિતાને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેની સાથે રહેવાની મંજૂરી આપી છે અને તેનો ખર્ચ પણ પોતે ઉઠાવ્યો છે. BCCIનું માનવું છે કે 15 વર્ષના ખેલાડીને આંતરરાષ્ટ્રીય સ્તરના વાતાવરણમાં ઢળવા માટે પરિવારનો સહયોગ જરૂરી છે.

વૈભવ ભારતનો સૌથી યુવા ખેલાડી બનશે

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વૈભવને ડેબ્યૂ કરવાની તક મળશે? ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા અનુભવી બેટ્સમેન હાજર હોવાથી તેની એન્ટ્રી સરળ નથી. તેમ છતાં, જો ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તક આપે, તો બેલફાસ્ટમાં ભારતીય ક્રિકેટના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે વૈભવ સૂર્યવંશી નવો ઈતિહાસ રચી શકે છે.

Breaking News: આયર્લેન્ડમાં સંજુ સેમસન પાસે ઈતિહાસ રચવાની તક, રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી બનશે નંબર-1!

Follow Us