
ક્રિકેટ સહિત અનેક રમતમાં ઉંમરની છેતરપિંડી એક સામાન્ય ઘટના છે. ઘણા ફેમસ ભારતીય ક્રિકેટરો ઉંમરની છેતરપિંડીમાં ફસાયેલા છે. જેમાં રસિક સલામ, પ્રિન્સ યાદવ, મનજોત કાલરા અને નીતિશ રાણા જેવા ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લાગ્યો છે. જોકે, BCCI એ હવે ભારતીય ક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, BCCI એ ખેલાડીઓના ઉંમર સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવા માટે એક સ્વતંત્ર એજન્સી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
એક અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક એવી સિસ્ટમ વિકસાવી રહ્યું છે જે પારદર્શિતા વધારશે અને ખેલાડીઓને તેમની ઉંમર ખોટી રીતે દર્શાવતા અટકાવશે. BCCI એ જે એજન્સી સાથે કરાર કર્યો છે જે શાળાઓ અને અન્ય સંસ્થાઓનો સંપર્ક કર્યા પછી જ ખેલાડીઓના જન્મ પ્રમાણપત્રોને માન્ય કરશે. આમાં આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્રો અને શાળાના રેકોર્ડની તપાસનો સમાવેશ થશે. આ BCCI એજન્સી દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે ઓનલાઈન ચકાસણી પણ કરશે.
खेलों में उम्र का फर्जीवाड़ा अकसर होता रहता है. क्रिकेट में भी ऐसा देखने को मिलता है. कई बड़े भारतीय क्रिकेटर भी उम्र के फर्जीवाड़े में फंसे हैं जिनमें रसिख सलाम, प्रिंस यादव, मनजोत कालरा, नीतीश राणा जैसे खिलाड़ियों को बैन तक झेलना पड़ा है. हालांकि अब भारतीय क्रिकेट में उम्र के… pic.twitter.com/mlRGKilxYF
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) July 30, 2026
અહેવાલો અનુસાર, ઉંમરની છેતરપિંડીના દોષિત ઠરેલા ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેઓ કોઈપણ વય-જૂથ ક્રિકેટમાં કે તેમની રાજ્ય ટીમ માટે રમી શકશે નહીં. જોકે, BCCI ખેલાડી સામે કાર્યવાહી કરતા પહેલા કારણદર્શક નોટિસ જારી કરશે. ખેલાડીને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવશે. જો ખેલાડી પોતાની નિર્દોષતા સાબિત કરવામાં અસમર્થ રહે છે, તો કડક કાર્યવાહી નિશ્ચિત છે. BCCI તેના ખેલાડીઓને બાયોમેટ્રિક ચકાસણી કરાવવાની પણ સૂચના આપી રહ્યું છે. આગામી સિઝનમાં ટીમો કે રાજ્ય બદલનારા ખેલાડીઓએ 1 સપ્ટેમ્બર સુધીમાં આ માહિતી આપવાની રહેશે.
ઉંમરની છેતરપિંડી રોકવાથી સૌથી વધુ ફાયદો એવા ખેલાડીઓને થશે જે પ્રતિભાશાળી છે. ઘણી વખત મોટી ઉંમરના ખેલાડીઓ તેમની ઉંમર ઓછી બતાવી યોગ્ય વયના ખેલાડીઓને સિલેકશનથી વંચિત રાખે છે. ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ દ્રવિડની ભલામણ પછી જ અંડર-19 વર્લ્ડ કપમાં ફક્ત એક જ વાર તક આપવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો હતો. જો ખેલાડીની સાચી ઉંમર ખબર હોય, તો તેની ફિટનેસ પર કામ કરી શકાય છે.