Breaking News : ટીમ ઈન્ડિયાની ફિટનેસ પર BCCIની સર્જિકલ સ્ટ્રાઈક, તમામ ખેલાડીઓ માટે હવે એક જ નિયમ

ટીમ ઈન્ડિયાના ફિટનેસ પ્રોગ્રામમાં ફેરફાર કરવા પર બીસીસીઆઈની મેડિકલ ટીમ કામ કરી રહી છે.તાજેતરના સમયમાં ખેલાડીઓના ઘટતા ફિટનેસ સ્તરને કારણે આની જરૂરિયાત ઊભી થઈ છે.

Breaking News : ટીમ ઈન્ડિયાની ફિટનેસ પર BCCIની સર્જિકલ સ્ટ્રાઈક, તમામ ખેલાડીઓ માટે હવે એક જ નિયમ
| Updated on: Aug 06, 2026 | 11:42 AM

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વારંવારની ઈજાથી પરેશાન બીસીસીઆઈ હવે એક્શનમાં આવી છે.જેના માટે બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સની મેડિકલ ટીમ પોતાના ફિટનેસ પ્રોગ્રામને સુધારવા પર કામ કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સેન્ટર ઓફ એક્સીલન્સ હવે પોતાના બેસ ફિટનેસ પેરામીટર્સને સ્ટેડરાઈઝ કરવા પર કામ કરી રહ્યું છે. ખેલાડીઓને નબળી ફિટનેસના સ્તરને આની પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

નવા સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચે બદલી ફિટનેસ ટેસ્ટિંગ ડ્રિલ્સ

ગત્ત વર્ષે સોહમ દેસાઈના સ્થાને ટીમ ઈન્ડિયાના સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ બનેલા એડ્રિયન લેરુક્સે તેના ફિટનેસ ટેસ્ટિંગ ડ્રિલ્સમાં ફેરફાર કર્યો હતો. રિપોર્ટ મુજબ બીસીસીઆઈની મેડિકલ ટીમ ખેલાડીઓની ફિટનેસ આકારણીનું સંકલન કરવામાં સંઘર્ષ કરી રહી હતી. લેરોક્સના આગમન પછી, ફિટનેસ ટેસ્ટ માટે પ્રાથમિક આધાર તરીકે યો-યો ટેસ્ટને બ્રોન્કો ટેસ્ટથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.

બ્રોકો ટેસ્ટમાં થયો ફેરફાર

બ્રોકો ટેસ્ટ પહેલા કોઈ પેરામીટર નક્કી ન હતા. રિપોર્ટ મુજબ યુકે પ્રવાસ પર ઈજાની સમસ્યાથી ઝઝુમ્યા બાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે હવે બ્રોંકો ટેસ્ટના અલગ અલગ ડ્રિલ્સને પુરા કરવા માટે 5.15 થી 5.20 મિનિટનો બેસ ટાઈમ નક્કી કર્યો છે. જેના આધાર પર જ હવે ખેલાડીનું સિલેક્શન કરવામાં આવશે.

આ પહેલા બીસીસીઆઈએ બેસિક યો-યો ટેસ્ટ પાસ કરવા માટે 16.5નો સ્ટૈડર્ડ સેટ કર્યો હતો. જ્યારે 2K ટેસ્ટ જેમાં 2 કિલોમીટરની રેસ પણ કહેવામાં આવે છે. તેને પુરા કરવા માટે 9 થી 10 મિનિટનો સ્ટૈડર્ડ ટાઈમ રાખ્યો હતો.

હવે ફિટનેસમાં આ છેતરપિંડી નહીં ચાલે!

ભારતીય ખેલાડીઓને બ્રોંકો ટેસ્ટની આદત રહી નથી. ત્યારે સીઓઈએ દરેક ખેલાડીઓ માટે આ પાસ કરવા માટે અલગ પેરામીટર રાખ્યા હતા. બીસીસીઆઈના સુત્રો મુજબ એક મીડિયાએ લખ્યું કે, સીનિયર ખેલાડીઓને આ ટેસ્ટ પાસ કરવા માટે ખુબ સરળ ટાર્ગેટ આપવામાં આવતો હતો. સીઓઈના સ્ટાફ ટીમ મેનેજમેન્ટની જરુરત મુજબ હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓને ફિટ જાહેર કરતા હતા.

રિપોર્ટ મુજબ બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આને લઈ ફિઝિયો કમલેશ જૈનને ફટકાર લગાવી છે. અને તેમને ખેલાડીઓની ઊંચાઈ અને શારીરિક સ્થિતિ વિશે ચિંતા ન કરવા કહેવામાં આવ્યું છે.

Breaking News : વૈભવ સૂર્યવંશી T20નો ‘કિંગ’ બનશે, જોસ બટલરે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા બાદ ભવિષ્યવાણી કરી અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.