
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2026-27 ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં તમામ એજ ગ્રુપમાં મળીને કુલ 1,788 મેચ રમાશે. ડોમેસ્ટિક સિઝન 23 ઓગસ્ટ, 2026 ના રોજ દુલીપ ટ્રોફી સાથે શરૂ થશે. છ ઝોનલ ટીમો વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટ લાંબા ફોર્મેટની શરૂઆત કરશે. ત્યારબાદ ઈરાની કપ 1 ઓક્ટોબરથી શરૂ થશે.
BCCIએ મલ્ટિ-ડે ક્રિકેટને પ્રાથમિકતા આપી છે અને રણજી ટ્રોફી અને કર્નલ સી કે નાયડુ ટ્રોફી બે તબક્કામાં રમાડવાનો નિર્ણય લીધો છે. આનાથી ખેલાડીઓને રિકવરી માટે વધુ સમય મળશે. રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં 32 ટીમો હશે જેને ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવશે, જેમાં પ્લેટ ગ્રુપમાં છ ટીમો હશે.
કર્નલ સી કે નાયડુ ટ્રોફી વિનર્સ vs રેસ્ટ ઓફ ઈન્ડિયા મેચને ફરી સિઝનમાં સામેલ કરવામાં આવી છે. આ મેચ 1-4 ઓક્ટોબર, 2026 દરમિયાન રમાશે, અને U23 ખેલાડીઓ માટે વધુ સારું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સિવાય પુરુષોની U23 સ્ટેટ A ટ્રોફી અને વિજય ટ્રોફી હવે વન-ડેને બદલે T20 ફોર્મેટમાં રમાશે. વધુમાં, કૂચ બિહાર ટ્રોફી (એલિટ ગ્રુપ) ની નોકઆઉટ મેચો બેંગલુરુ અને મૈસુરુમાં રમાશે, જે બધી ટીમો વચ્ચે વધુ સમાન સ્પર્ધા સુનિશ્ચિત કરશે. દરમિયાન, વિજય મર્ચન્ટ ટ્રોફી (U16) નું શેડ્યૂલ ફરીથી નક્કી કરવામાં આવ્યું છે અને હવે તે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન રમાશે.
News
BCCI announces the schedule for the Indian Domestic Season 2026-27, which will feature 1,788 matches across age groups and formats in men’s and women’s cricket.
More Details | @IDFCFIRSTBank https://t.co/eWfVBxBNkQ
— BCCI Domestic (@BCCIdomestic) May 20, 2026
Elite A – જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, બરોડા, ઉત્તર પ્રદેશ, પુડુચેરી, ગોવા.
Elite B – કર્ણાટક, આંધ્ર, સૌરાષ્ટ્ર, છત્તીસગઢ, હૈદરાબાદ, ત્રિપુરા, પંજાબ, આસામ.
Elite C – બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, સર્વિસીસ, ગુજરાત, કેરળ, દિલ્હી, ઓડિશા.
Elite D – ઉત્તરાખંડ, મુંબઈ, હરિયાણા, રેલવે, રાજસ્થાન, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ.
Plate- નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ.