
બાંગ્લાદેશે ગુરુવારના રોજ આગામી મહિને ભારતમાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે પોતાની ક્રિકેટ ટીમને મોકલવાની ના પાડી હતી. કારણ કે, આઈસીસીએ તેની મેચ સ્થળને બદલવાની માંગને સ્વીકારી ન હતી. આ નિર્ણયથી સ્કોટલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશનું સ્થાન લેવાનો રસ્તો સાફ થયો છે. આઈસીસીએ બુધવાર સુધીની બાંગ્લાદેશને ડેડલાઈન આપી હતી. તે ભારત આવવા માટે સહમત થાય બાકી તેના સ્થાને અન્ય ટીમને ટી20 વર્લ્ડકપમાં સ્થાન આપવામાં આવશે. આઈસીસીએ કહ્યું ભારતમાં તેના ખેલાડીઓ અધિકારો કે ચાહકોની સુરક્ષાનો કોઈ ખતરો નથી પરંતુ બાંગ્લાદેશ પોતાની વાત પર અડગ રહ્યું હતુ.
હવે જો બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડકપ રમશે નહી તો બાંગ્લાદેશ બોર્ડને નુકસાન થશે. બાંગ્લાદેશ ક્રિકેટને આનાથી ફાઈનેશિયલ નુકસાન થશે. જેનાથી ભવિષ્યની યોજના પર મોટી અસર પડશે.
એક રિપોર્ટ મુજબ ટી20 વર્લ્ડકપ 2026ને બાયકોટ કરવાના કારણે બાંગ્લાદેશને 27 મિલિયન અમેરિકી ડોલર કે 240 કરોડ રુપિયાનું નુકસાન થશે. આ એ પૈસા છે. જે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારને આઈસીસી રેવેન્યુ મળે. વધુમાં, બાંગ્લાદેશને પોતાના બોડકાસ્ટ અને સ્પોન્સરશિપ આવકમાં પણ નોંધપાત્ર નુકસાન થશે. આનો અર્થ એ થયો કે આ મોટા નિર્ણયને કારણે BCB તેની વાર્ષિક આવકના લગભગ 60% ગુમાવશે.
તો આપણે જોઈએ કે, બાંગ્લાદેશને કેટલું નુકસાન થશે. તો આઈસીસીમાં ભાગલેવાની ફી, પ્રાઈઝ મની, મેચ જીતવાનું બોનસ, ખેલાડીને મોટું નુકસાન થયું છે, સ્પોન્સર,બ્રોડકાસ્ટિંગ નુકસાન, આઈસીસી દંડ,
બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપ 2026માં ભાગ ન લેવા પર બોર્ડને અનેક મામલે મોટું નુકસાન થશે. પાર્ટસિપેશન ચાર્જથી લઈ આઈસીસીનો દંડ છે. પરંતુ એક વાત નક્કી છે કે, ટી20 વર્લ્ડકપમાં ન રમવું તેમજ આઈસીસી સામે ન નમવાથી બાંગ્લાદેશ ક્રિકેટને આગળ પણ મોટું નુકસાન થઈ શકે છે.બીસીબી અને બાંગ્લાદેશ સરકાર ઢાકામાં મળ્યા હતા અને નિર્ણય લીધો હતો કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ માટે ભારતમાં નહીં રમે. આઈસીસી હવે બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને ટી20 વર્લ્ડ કપમાં સ્થાન આપશે.
Published On - 10:16 am, Fri, 23 January 26