Breaking News : Asian Games 2026ના પાંચમાં દિવસે ભારતે ત્રીજો મેડલ જીત્યો, જુઓ અત્યારસુધી કુલ કેટલા મેડલ જીત્યા

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026નો આજે પાંચમો દિવસ છે. પાંચમાં દિવસે ભારતે ત્રીજો મેડલ જીત્યો છે. પરિનાઝ ધાલીવાલ અને અનંત સિંહ નારુકાએ ભારતે શૂટિંગમાં વધુ એક મેડલ જીતાડ્યો છે.

Breaking News : Asian Games 2026ના પાંચમાં દિવસે ભારતે ત્રીજો મેડલ જીત્યો, જુઓ અત્યારસુધી કુલ કેટલા મેડલ જીત્યા
| Updated on: Sep 24, 2026 | 1:49 PM

એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026)માં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો છે. આ બંને ખેલાડીએ મિક્સ સ્કીટ ટીમ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે. ભારતે કુલ 44 અંક મેળવ્યા હતા. તો ચીને 52 અંક સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. સાઉથ કોરિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. પરિનાઝ ધાલીવાલ અને અનંત સિંહે એશિયન ગેમ્સ 2026માં બીજો મેડલ પોતાને નામ કર્યો છે. આ પહેલા અનંત સિંહ નરુકાએ પુરુષ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે તેમણે મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. પરિનાઝ ધાલીવાલે મહિલા ટીમ ઈવેન્ટ અને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અનંતજીત સિંહ નરુકાનું કરિયર શાનદાર

રાજસ્થાનની રાજધાની જયપુરમાં જન્મેલા આ ખેલાડીએ ગત એશિયન ગેમ્સમાં ભારતને મેડલ જીતાડ્યો હતો. નરુકાએ 2022માં પુરુષની સ્કીટ ઈન્ડિવિઝુઅલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પુરુષ સ્કીટ ટીમ ઈવેન્ટમાં પણ તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ વખતે તેમણે 2 મેડલ જીત્યા છે. આ પહેલા તે એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

ભારતીય શૂટર્સે અત્યાર સુધીમાં 8 મેડલ જીત્યા

એશિયન ગેમ્સ 2026માં ભારતે અત્યારસુધી કુલ 14 મેડલ જીત્યા છે. જેમાં 8 મેડલ શૂટરે જીત્યા છે.

જાણો ભારતે અત્યારસુધી કેટલા મેડલ જીત્યા

  • ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદ – મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર
  • ઇલાવેનિલ વાલારિવન – મહિલા 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર
  • રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માને – પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર
  • સુચિકા તરિયાલ – મહિલા પરંપરાગત 60 કિગ્રા (એમએમએ) – બ્રોન્ઝ
  • રુદ્રાક્ષ પાટિલ – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ
  • હિમાંશુ ધિલ્લોન – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર
  • મહિલા ક્રિકેટ ટીમ: ગોલ્ડ મેડલ
  • રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલ (શૂટિંગ, સ્કીટ મહિલા ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ
  • અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહેમદ ખાન અને ભવતેજ સિંહ ગિલ (શૂટિંગ, સ્કીટ મેન્સ ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ
  • જય મીના (સોફ્ટ ટેનિસ): બ્રોન્ઝ
  • મીરાબાઈ ચાનુ (વેઈટલિફ્ટિંગ): સિલ્વર
  • ભારતીય પુરુષોની બેડમિન્ટન ટીમ: બ્રોન્ઝ
  • સતનામ સિંહ, સલમાન ખાન (રોઈંગ, પુરુષોની ડબલ સ્કલ્સ): બ્રોન્ઝ
  • રોશીબીના દેવી નાઓરેમ (વુશુ): સિલ્વર
  • અનંતજીત સિંહ નારુકા, પરિનાઝ ધાલીવાલ – મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): બ્રોન્ઝ

 

Asian Games 2026: સેનાના 2 જવાનો સતનામ સિંહ અને સલમાન ખાને રોઇંગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.