AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Asian Games 2026માં વરસાદના કારણે ફાઈનલ ધોવાઈ ગઈ, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ ? જાણો નિયમ

એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટની પહેલી અને બીજી ક્વાર્ટર ફાઇનલ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે ભારત અને પાકિસ્તાન સીધા સેમિફાઇનલમાં પહોંચી શક્યા હતા. પરંતુ જો વરસાદના કારણે ફાઈનલ મેચ પણ રદ થાય, તો ગોલ્ડ મેડલ કઈ ટીમ જીતશે? ચાલો જાણીએ શું છે નિયમ.

Breaking News: Asian Games 2026માં વરસાદના કારણે ફાઈનલ ધોવાઈ ગઈ, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ ? જાણો નિયમ
Asian Games 2026Image Credit source: X
| Updated on: Sep 28, 2026 | 4:41 PM
Share

2026 એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે, અને ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે, પુરુષોની ટીમ પણ ગોલ્ડ મેડલ જીતશે તેવી અપેક્ષા છે. જોકે, પુરુષોના ક્રિકેટમાં વરસાદના કારણે ક્વાર્ટર ફાઇનલ મેચો રદ થઈ હતી અને ભારત-પાકિસ્તાન મેચ રમ્યા વિના જ સેમિફાઇનલમાં પહોંચ્યા હતા.જાપાનના હવામાનને જોતાં જો ફાઇનલ મેચમાં પણ વરસાદ પડે અને મેચ રદ થાય તો બે ફાઇનલિસ્ટ ટીમોમાંથી કઈ ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે તે મોટો પ્રશ્ન છે.

એશિયન ગેમ્સમાં વરસાદનો ખતરો

છેલ્લી એશિયન ગેમ્સની ફાઇનલમાં વરસાદનાઆ કારણે મેચ રદ થઈ હતી અને ટોપ રેન્કિંગ ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવે હતી. જોકે આ વખતે પાછલી એશિયન ગેમ્સ જેવુ નહીં થાય. આ વર્ષની ગેમ્સમાં, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યારે કેટલીક અન્ય ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતા પહેલા ગ્રુપ સ્ટેજ મેચ રમવી પડી હતી. જોકે, ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ વરસાદથી શરૂ થયો અને પરિસ્થિતિ બદલાઈ ગઈ.

ભારત-પાકિસ્તાન મેચ રમ્યા વિના સેમિફાઇનલમાં

ભારત અને પાકિસ્તાને 28 સપ્ટેમ્બર, સોમવારના રોજ પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ રમવાની હતી, પરંતુ વરસાદને કારણે બંને મેચ સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી. વર્તમાન એશિયન ગેમ્સના નિયમો મુજબ ટીમોને તેમના ICC રેન્કિંગના આધારે ક્રમાંકિત કરવામાં આવે છે, અને ફક્ત ટોપ રેન્કિંગ ટીમ જ આગળ વધશે. આ બંને મેચોમાં, ભારત અને પાકિસ્તાનને તેમના વિરોધીઓ કરતા વધુ સારી રેન્કિંગ ટીમ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું, તેથી તેઓ મેચ રમ્યા વિના જ સેમિફાઇનલમાં પહોંચ્યા. આગામી બે ક્વાર્ટર ફાઇનલમાં પણ આનું પુનરાવર્તન થઈ શકે છે.

રેન્કિંગના આધારે નક્કી થશે ફાઇનલિસ્ટ ટીમ

તેવી જ રીતે, સેમિફાઇનલનો નિર્ણય રેન્કિંગના આધારે કરવામાં આવશે. ભારતીય ટીમ અન્ય ટીમો કરતા સારી રેન્કિંગ ધરાવે છે, તેથી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચશે. હવે, ફાઇનલની વાત કરીએ તો છેલ્લી એશિયન ગેમ્સની ફાઇનલ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત અને અફઘાનિસ્તાન તે સમયે ફાઇનલમાં હતા, અને ટીમ ઈન્ડિયાએ સારી રેન્કિંગના આધારે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બંને ટીમોને ગોલ્ડ મેડલ મળશે

પરંતુ આ વખતે એવું નહીં થાય, કારણ કે નિયમ બદલાયો છે. પાછલી રમતોની ફાઇનલમાં આ નિયમની ટીકા થઈ હતી. તેથી, આ વખતે એક ફેરફાર કરવામાં આવ્યો છે, જે ICC ના નિયમ જોવા જ છે અને બંને ટીમો માટે વાજબી છે. નવા નિયમ અનુસાર, જો વરસાદને કારણે ફાઇનલ મેચ રદ કરવામાં આવે છે, તો બંને ટીમોને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ODI વરસાદના કારણે થશે રદ? જાણો તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન

Follow Us
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">