Breaking News : વરસાદને કારણે ભારત-મલેશિયાની મેચ રદ્દ, Team Indiaએ સેમિફાઈનલમાં મેળવ્યુ સ્થાન

|

Sep 21, 2023 | 10:26 AM

IND W vs MAL W: આ ઐતિહાસિક મેચમાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર નથી રમી ના હતી. તેના સ્થાને સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયા આ ગેમ્સમાં સીધી ક્વાર્ટર ફાઈનલ રમી રહી હતી. આ પ્રથમ ક્વાર્ટર ફાઈનલ છે . નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઈ રહી છે. ક્રિકેટ છેલ્લે 2014માં એશિયન ગેમ્સમાં રમાઈ હતી પરંતુ ભારતે પોતાની ટીમ મોકલી ન હતી.

Breaking News : વરસાદને કારણે ભારત-મલેશિયાની મેચ રદ્દ, Team Indiaએ સેમિફાઈનલમાં મેળવ્યુ સ્થાન
Asian Games 2023
Image Credit source: BCCI

Follow us on

Hangzhu :  એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) આજે મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ભારતીય દાવ દરમિયાન પણ વરસાદમાં વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે મેચને 15-15 ઓવરની કરવામાં આવી હતી.

આ મેચમાં ભારતીય મહિલા ટીમે 15 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. આ પછી, મલેશિયાની ઇનિંગ્સમાં માત્ર 2 બોલ રમ્યા બાદ ભારે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. હવે વરસાદ ન પડતાં અમ્પાયરોએ આ મેચ રદ કરી દીધી છે. વરસાદને કારણે રદ્દ થયેલી મેચ બાદ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

આ પણ વાંચો : WWE wrestlersને કેટલી મળે છે સેલરી ? કોણ કમાય છે સૌથી વધારે પૈસા ?

 

 


ભારત: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, કનિકા આહુજા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ, રાજેશ્વર ગાયકવાડ

મલેશિયા: વિનફ્રેડ દુરાઈસિંગમ (કેપ્ટન), અના હમીઝાહ, માસ અલિસા, વાન જુલિયા (વિકેટકીપર), માહિરાહ ઈજાતી, અના નજવા, વાન નૂર ઝુલાઈકા, નૂર અરિયાના નટસ્યા, એલિસા ઈલિસા, નૂર દાનિયા સુહાદા, નિક નૂર અટિલા

આ પણ વાંચો : WWE wrestlersને કેટલી મળે છે સેલરી ? કોણ કમાય છે સૌથી વધારે પૈસા ?

આ ઐતિહાસિક મેચમાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર નથી રમી ના હતી. તેના સ્થાને સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયા આ ગેમ્સમાં સીધી ક્વાર્ટર ફાઈનલ રમી રહી હતી. આ પ્રથમ ક્વાર્ટર ફાઈનલ છે . નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઈ રહી છે. ક્રિકેટ છેલ્લે 2014માં એશિયન ગેમ્સમાં રમાઈ હતી પરંતુ ભારતે પોતાની ટીમ મોકલી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article