Breaking News : Asia Cup 2026નું શેડ્યૂલ જાહેર, નવેમ્બરમાં ક્યારે થશે IND vs PAKની ટકકર

એશિયન ક્રિકેટ કાઉન્સિલે રાઈઝિંગ એશિયા કપ 2026 (Asia Cup 2026 )નું શેડ્યુલ જાહેર કર્યું છે. દોહામાં 19 થી 29 નવેમ્બર સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે.

Breaking News  : Asia Cup 2026નું શેડ્યૂલ જાહેર, નવેમ્બરમાં ક્યારે થશે IND vs PAKની ટકકર
| Updated on: Oct 25, 2026 | 8:56 AM

ક્રિકેટ ચાહકો હંમેશા એશિયા કપ (Asia Cup 2026)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરની રાહ જોતા હોય છે. હવે, બંને કટ્ટર હરીફ ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ રાઇઝિંગ એશિયા કપ 2026 માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. કતારના દોહામાં રમાનારી આ ટુર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચેની મેચ 22 નવેમ્બરે રમાશે.

ચાહકોની ખાસ નજર

ટૂર્નામેન્ટનું આયોજન 19 થી 29 નવેમ્બર સુધી રહેશે. ભારત અને પાકિસ્તાન સિવાય નેપાળ અને સંયુક્ત અરબ અમીરાત પણ આ ગ્રુપમાં સામેલ છે. બંને ટીમ વચ્ચે રમાનારી આ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પર ચાહકોની ખાસ નજર રહેશે. કારણ કે, ભારત અને પાકિસ્તાનના યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભાને જોવાની મોટી તક મળશે.

આ ટુર્નામેન્ટ 19 નવેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચેની મેચથી શરૂ થશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ એ જ દિવસે એકબીજા સામે ટકરાશે. ભારત 20 નવેમ્બરે નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમશે. ભારતીય ટીમ 24 નવેમ્બરે યુએઈ સામે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે. સેમિફાઇનલ 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 29 નવેમ્બરે રમાશે. ટાઇટલ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.

 

 

ટુર્નામેન્ટ ફોર્મેટ અને ગ્રુપ

  • ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, જે ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચાયેલી છે.
  • ગ્રુપ A: શ્રીલંકા A, બાંગ્લાદેશ A, અફઘાનિસ્તાન A અને હોંગકોંગ
  • ગ્રુપ B: ભારત A, પાકિસ્તાન A, નેપાળ અને UAE

 

સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ગત્ત સિઝનમાં પાકિસ્તાન એ ખિતાબ પોતાને નામ કર્યો હતો.હવે 2026ની સીઝનમાં ભારત એ સામે ગત્ત પ્રદર્શનથી સુંદર પ્રદર્શન આપવાનો પડકાર હશે. ખાસ પાકિસ્તાન વિરુદ્ધ 22 નવેમ્બરના રોજ રમાનારી મેચ મહત્વની રહેશે. ખિતાબ સુધી પહોંચવા માટે ભારતીય ખેલાડીઓને ગ્રુપ સ્ટેજ બાદ સેમિફાઈનલ અને ફાઈનલમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.રાઇઝિંગ એશિયા કપની ગત્ત સીઝનમાં  ઇન્ડિયા એ ટીમે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ટાઇટલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.