
એશિયા કપના ઉત્સાહ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાને નવો જર્સી સ્પોન્સર મળ્યો છે. એપોલો ટાયર્સે આ રેસ જીતી લીધી છે, જે હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર ડ્રીમ 11નું સ્થાન લેશે. એપોલો ટાયર્સ સાથે ટીમ ઈન્ડિયાનો કરાર 2027 સુધીનો છે. આ સમય દરમિયાન, ભારતે લગભગ 130 મેચ રમવાની છે.
હવે પ્રશ્ન એ છે કે આ કરાર કેટલા કરોડનો છે? રિપોર્ટ અનુસાર, એપોલો ટાયર્સ એક મેચ માટે લગભગ 4.5 કરોડ રૂપિયા ચૂકવશે, જે અગાઉની ડીલની રકમ કરતા 50 લાખ રૂપિયા વધુ છે. ડ્રીમ11નો સોદો એક મેચ માટે 4 કરોડ રૂપિયાનો હતો.
એક અહેવાલ મુજબ, કેનવા અને જેકે ટાયર પણ ટીમ ઈન્ડિયાના જર્સી સ્પોન્સર બનવાની રેસમાં હતા. પરંતુ, એપોલો ટાયર બંનેને પાછળ છોડીને ડીલ મેળવી હતી. આ બધા ઉપરાંત, બિરલા ઓપ્ટસ પેઈન્ટ્સે પણ સ્પોન્સર બનવામાં રસ દાખવ્યો હતો. પરંતુ તેઓ બોલી લગાવવા માટે આગળ આવ્યા ન હતા.
#TeamIndia Apollo Tyres
BCCI announces Apollo Tyres as new lead Sponsor of Team India.
All The Details @apollotyreshttps://t.co/dYBd2nbOk2
— BCCI (@BCCI) September 16, 2025
ટીમ ઈન્ડિયાના સ્પોન્સર બનવા માટે બોલી 16 સપ્ટેમ્બરે મૂકવામાં આવી હતી, જ્યારે BCCIએ 2 સપ્ટેમ્બરે બોલી મંગાવી હતી. BCCIએ તેની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કર્યું હતું કે ગેમિંગ, સટ્ટાબાજી, ક્રિપ્ટો અને તમાકુ સાથે સંબંધિત કંપનીઓ સ્પોન્સરશિપ માટે અરજી કરી શકતી નથી. આ બધા ઉપરાંત બેંકિંગ, નાણાકીય કંપનીઓ, સ્પોર્ટસવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પણ BCCI દ્વારા સ્પોન્સરશિપ બોલીથી દૂર રાખવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયા હાલમાં એશિયા કપ 2025માં રમી રહી છે, જે યુએઈના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં જર્સી સ્પોન્સર વિના રમી રહી છે. એપોલો ટાયર્સે ચોક્કસપણે ભારતની નવી જર્સી સ્પોન્સરશિપ મેળવી છે. પરંતુ આ ટુર્નામેન્ટ પછી જ તેનો લોગો ભારતીય ટીમની જર્સી પર દેખાવાની શક્યતા છે.
આ પણ વાંચો: Hardik Pandya New Girlfriend : આ છે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ ? 33 નંબરથી ખુલ્યું રહસ્ય
Published On - 5:23 pm, Tue, 16 September 25