Asia Cup 2023 Breaking News: એક જ સમયે શરુ થશે એશિયા કપની તમામ મેચ, મોટી અપડેટ આવી સામે

Asia Cup 2023 Match Timing : 19 જુલાઈ, 2023ના દિવસે એશિયા કપનું શેડયૂલ જાહેર થયુ હતુ. પણ તે સમયે મેચ કયા સમયે શરુ થશે તે જાહેર થયુ ના હતુ. એશિયા કપની (Asia Cup) મેચોના ટાઈમિંગને લઈને મોટી અપડેટ સામે આવી છે.

Asia Cup 2023 Breaking News: એક જ સમયે શરુ થશે એશિયા કપની તમામ મેચ, મોટી અપડેટ આવી સામે
Asia Cup 2023
Image Credit source: ICC
| Edited By: | Updated on: Aug 06, 2023 | 12:01 PM

Asia Cup 2023: વર્લ્ડ કપ પહેલા આયોજિત એશિયા કપને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. 19 જુલાઈ, 2023ના દિવસે એશિયા કપનું શેડયૂલ જાહેર થયુ હતુ. પણ તે સમયે મેચ કયા સમયે શરુ થશે તે જાહેર થયુ ના હતુ. એશિયા કપની (Asia Cup) મેચોના ટાઈમિંગને લઈને મોટી અપડેટ સામે આવી છે. એશિયા કપની તમામ મેચ એક જ ટાઈમિંગ પર થશે.

મળતી માહિતી અનુસાર, એશિયા કપની તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરુ થશે. દરેક મેચ માટેનો ટોસ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે થશે.  ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટે યજમાન પાકિસ્તાનના મુલતાનથી શરૂ થશે.  ટૂર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. એશિયા કપ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપની પ્રેક્ટિસ સમાન હશે.

આ પણ વાંચો: BCCI આવતા 5 વર્ષમાં કમાશે 8200 કરોડ રુપિયા ! જાણો કઈ રીતે

જય શાહે જાહેર કર્યુ હતુ એશિયા કપનું શેડયૂલ

(Credit- Jay Shah Tweet)

તમને જણાવી દઈએ કે ગયા વર્ષથી એશિયા કપના આયોજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. લાંબી ચર્ચાઓ અને સમજૂતીઓ બાદ આખરે શ્રીલંકામાં તેનું આયોજન કરવા પાકિસ્તાન સાથે સહમતિ બની હતી. આ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ, 13 મેચની ટૂર્નામેન્ટની 4 મેચો મૂળ યજમાન પાકિસ્તાનને આપવામાં આવી હતી અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકાને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: IND vs BAN: જેમિમાહ રોડ્રિગ્સનું શાનદાર પ્રદર્શન, ભારતે બાંગ્લાદેશને 108 રને હરાવ્યું

4 શહેરોમાં યોજાશે ટુર્નામેન્ટ

આ હાઇબ્રિડ મોડલના આધારે શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન અને શ્રીલંકાના 2-2 શહેરોની પસંદગી કરવામાં આવી છે. ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી પાકિસ્તાનના મુલતાનમાં શરૂ થશે, જ્યાં તેનો સામનો નેપાળ સાથે થશે. પાકિસ્તાનની બાકીની 3 મેચ લાહોરમાં રમાશે. શ્રીલંકામાં કેન્ડીમાં ગ્રુપ સ્ટેજની મેચો રમાશે, જ્યારે સુપર-4 અને ફાઈનલ કોલંબોમાં જ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો