
ઈંગ્લેન્ડ વિરુદ્ધ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય ટીમને ઉતાર-ચઢાવ બાદ હાસનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ ડેબ્યુ કર્યું હતુ. ભારતને એક નવો સ્ટાર દુનિયાની સામે આવ્યો હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમના જૈકબ બેથેલના 46 બોલમાં 76 રનની ઈનિગ્સે ટીમ ઈન્ડિયાની આશા પર પાણી ફેરવ્યું હતુ. ભારતે પહેલા બેટિંગ કરી 190 રન બનાવ્યા હતા. તો ઈંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
એક સમયે ઈંગ્લેન્ડને 133 રન પર 5 વિકેટ ગુમાવી હતી અને છેલ્લા 28 બોલમાં 58 રનની જરુર હતી. મેચ ભારતની તરફેણમાં લાગતી હતી. જેકબ બેથેલની ઈનિગ્સના કાણે ઈંગ્લેન્ડની સીરિઝે 1-0થી લીડ બનાવવામાં સફળ રહી હતી. ભારતની આ હાર પાછળ 4 મોટા કારણો છે.
ઓલ્ડ ટ્રેફર્ડ આ પિચ બેટ્સમેન માટે સારી માનવામાં આવી રહી છે. આવી પિચ પર ઈશાન કિશનની ખુબ ધીમી બેટિંગ કરી હતી. તેમણે 49 રન બનાવવા માટે 40 બોલ ખર્ચ્યા હતા. ટી20 ક્રિકેટમાં આ સપાટ પિચ પર આ સ્ટ્રાઈક રેટ ખુબ સાધારણ રહ્યો હતો. જો ઈશાન કિશને થોડા ફાસ્ટ રન બનાવ્યા હોત. તો ભારતીય ટીમનો સ્કોર સરળતાથી 210 રનની પાર પહોંચી જાત.
લેગ સ્પિનર રવિ બિશ્રોઈ માટે આ મેચ કોઈ ખરાબ સપનાથી ઓછું ન હતુ. તેમણે પોતાના કોર્ટના 4 ઓવરમાં કોઈ પણ વિકેટ લીધા વગર 60 રન આપ્યા હતા. બિશ્રોઈની આ સૌથી મોંઘી બોલિંગ વિલન સાબિત થઈ હતી. તેના 3 નો બોલ ટી20 ફોર્મેટમાં નો બોલ ફેકવા કોઈ ગુનાથી ઓછા નથી. કારણ કે, આ વિપક્ષી ટીમને ફ્રી-હિટની ગિફ્ટ આપે છે. જેનો ફાયદો ઈંગ્લેન્ડે ઉઠાવ્યો હતો.
યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટીમ પાસે મોટી આશા હતી. પરંતુ તે સતત બીજી મેચમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો ન હતો. હર્ષિત રાણાએ 3 ઓવર બોલિંગ કરી અને કોઈ પણ સફળતા વગર 30 રન આપ્યા હતા.
ભારતીય ફાસ્ટ બોલરની કમાન સંભાળી રહેલા અર્શદીપ સિંહે આ મેચમાં શરુઆત તો સારી કરી હતી. પહેલી ઓવરમાં 2 સફળતા મેળવી હતી પરંતુ તેની બીજી ઓવર ટીમને ભારે પડી હતી. પોતાની એક ઓવરમાં અર્શદીપ સિંહ ફેલ થયો હતો કુલ 27 રન આપ્યા હતા. આ ઓવર ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે મોમેન્ટમ હતી. જેની તેને મેચમાં વાપસી માટે જરુર હતી.