ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસે છે, જ્યાં ભારતીય ટીમ 26 ડિસેમ્બર થી પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત કરશે. ભારતીય અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાનારી આ ટેસ્ટ મેચને ‘બોક્સિંગ ડે’ ટેસ્ટ (Boxing Day Test) તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. સવાલ એ થઇ રહ્યો છે કે, ક્રિકેટમાં વળી બોક્સિંગ ડે શબ્દનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે. સ્વાભાવિક છે આવો સવાલ થવાનો અને તેના માટે પણ ખાસ કારણો છે કે બોક્સિંગ ડે શબ્દ કેમ આપવામાં આવે છે.
26 ડિસેમ્બર ક્રિકેટના દિવાનાઓ માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને સાઉથ આફ્રિકામાં વર્ષભરમાં આ દિવસ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે આ બંને દેશોમાં આ દિવસે એક ટેસ્ટ મેચની શરુઆત કરવામાં આવે છે. જેને બોક્સિંગ ડે ટેસ્ટ મેચ કહેવામાં આવે છે. સ્વાભાવિક જ ક્રિકેટ પ્રશંસક તરીકે બોક્સિંગ ડે ટેસ્ટ વિશે તો ઘણું સાભળ્યુ હશે. તો એ પણ જાણવુ જરુરી છે કે ક્રિકેટમાં બોક્સિંગ ડે નો શુ સંબંધ છે.
બોક્સિંગ ડેનો ક્રિકેટ સાથેનો નાતો 100 વર્ષ જૂનો છે. 1892માં પ્રથમવાર બોક્સિંગ ડે પર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે તે મેચ બોક્સિંગ ડે ને મેચને ધ્યાને રાખીને નહોતી યોજાઈ. ત્યારબાદ પ્રતિવર્ષ શીલ્ડ મેચ રમવાની અહી પરંપરા શરુ હતી. મેલબોર્નમાં સત્તાવાર રીતે 1980થી બોક્સિંગ ડે રમવાની શરુઆત થઇ હતી.
આમ તો બોક્સિંગ ડેનો સામાન્ય જવાબ એ છે કે, ક્રિસમસ (Christmas)ના બીજા દિવસ એટલે કે 26, ડિસેમ્બરને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. આ દિવસે અનેક દેશોમાં રજા હોય છે. જોકે આટલુ જ પુરતુ નથી આ નામને લઇને અનેક જુદા જુદા કારણ પણ પ્રચલિત છે. બોક્સિંગ ડેનો મુખ્ય સંબંધ ક્રિસમસ સાથે છે. દુનિયાના કેટલાક દેશોમાં તેની માન્યતા એટલા માટે માનવામાં આવે છે કે તે એક સમયે બ્રિટીશ ઉપનિવેશનો હિસ્સો હતા. કોમેનવેલ્થ દેશોમાં જ બોક્સિંગ ડે શબ્દનો ઉપયોગ થતો હતો.
26 ડિસેમ્બરે બોક્સિંગ ડેનું નામ આપવાનું કોઇ એક જ વિશેષ એક જ કારણ નથી. આ માટે કેટલીક અલગ અલગ માન્યતાઓ પણ છે. વેસ્ટર્ન ક્રિશ્વિયૈનિટીના લિટર્જિકલ કેલેન્ડર (Liturgical Calendar) મુજબ ક્રિસમસની પછીના દિવસે એટલે કે 26 મીએ લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને બોક્સ પેક ગીફટ આપે છે. જેને લઈને 26મી તારીખને બોક્સિંગ ડે કહેવાય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ક્રિસમસના દિવસે લોકો દ્વારા ચર્ચની બહાર બોક્સ રાખવામ આવે છે. જેમાં અનેક લોકો જુદા જુદા ખાસ ગીફ્ટ અને અન્ય જરુરી સામાન રાખે છે. ત્યારબાદ આગળના દિવસે એટલે કે 26મીએ તે બોક્સ ખોલીને તેને ખુશીમાં અને જરુરીયાત મંદ લોકોમાં વિતરણ કરવામાં આવે છે.
આ માટે પણ કોઈ ખાસ કિસ્સો પ્રચલિત નથી. પરંતુ બ્રિટન, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને કેનાડા સહિત અનેક બ્રિટનના ઉપનિવેશકનો હિસ્સો રહ્યા છે. જે દેશોમાં આ દિવસે રજા હોય છે. આવામાં રજાના દિવસે રમતોનું આયોજન કરવામાં આવે છે. જેનાથી લોકોને મનોરંજનનું ખાસ કારણ મળી શકે છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં આ દિવસે અનિવાર્ય રીતે ટેસ્ટ મેચોનું આયોજન કરવામાં આવે છે. તો ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયરલેન્ડમાં આ દિવસે ફુટબોલ લીગ મેચનું આયોજન કરવામાં આવે છે.