Bodyline series : ક્રિકેટ ઇતિહાસની સૌથી ખતરનાક અને વિવાદાસ્પદ એશિઝ સીરિઝ

|

Jul 05, 2023 | 9:00 PM

આક્રમક બોલિંગ કરી બેટ્સમેનને પરેશાન કરવાની રણનીતિ એશિઝમાં જ શરૂ થઈ હતી. 91 વર્ષ પહેલા ઈંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એવી ઘટના બની હતી જેનાથી બે દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

Bodyline series : ક્રિકેટ ઇતિહાસની સૌથી ખતરનાક અને વિવાદાસ્પદ એશિઝ સીરિઝ
Bodyline cricket series

Follow us on

હાલમાં ચાલી રહેલ એશિઝ સીરિઝમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને દેશના ખેલાડીઓ આક્રમક રમત બતાવી ટેસ્ટ ક્રિકેટની પરિભાષા બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલી બે ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાર અને ખેલાડીઓ વચ્ચે શાબ્દિક વિવાદ બાદ આ સીરિઝ વધુ તંગ બની ગઈ છે. આ પહેલા પણ એશિઝમાં આવી ઉગ્રતા જોવા મળી ચૂકી છે, જેની અસર લાંબા સમય બાદ પણ જોવા મળે છે.

બોડીલાઈન સિરીઝ 1932/33

91 વર્ષ પહેલા વર્ષ 1932માં એશિઝ સીરિઝ રમવા માટે ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ અને ડોન બ્રેડમેનને મોટો સ્કોર બનાવવાથી રોકવા તથા કાંગારું ટીમને તેમના જ દેશમાં હરાવવા ઇંગ્લિશ કેપ્ટન ડગ્લાસ જાર્ડિને આક્રમક રણનીતિ બનાવી. તેણે ઝડપી બોલર હેરોલ્ડ લારવુડ અને બિલ વોસનો સહારો લઈ આ સીરિઝમાં બોડીલાઈન બોલિંગ શરૂ કરી અને ત્યારબાદ આ સીરિઝ સૌથી વિવાદાસ્પદ શ્રેણી બની ગઈ.

બ્રેડમેનને આઉટ કરવા બનાવી રણનીતિ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 1930માં રમાયેલ ટેસ્ટ શ્રેણીમાં ડોન બ્રેડમેને પાંચ ટેસ્ટમાં 139થી વધુની સરેરાશથી રેકોર્ડ 974 રન બનાવ્યા હતા, જેથી 1932/33ની સીરિઝમાં તેણે રોકવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટને બોડીલાઇન બોલિંગની રણનીતિ બનાવી હતી અને ત્યારથી આક્રમક અને ઘાતક બોલિંગની ક્રિકેટમાં શરૂઆત થઈ. ટેસ્ટ કારકિર્દીનીમાં 99.99ની એવરેજ ધરાવનારા બ્રેડમેનની આ શ્રેણીમાં નિષ્ફળ રહ્યા હતા અને તેમની એવરેજ સૌથી ઓછી રહી હતી.

આ પણ વાંચો : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝને ‘એશિઝ’ કેમ કહેવામાં આવે છે ? જાણો નામ પાછળનું રહસ્ય

ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનું માથુ ફોડી નાખ્યું

આ સિરીઝ દરમિયાન એડિલેડ ટેસ્ટમાં આક્રમક રણનીતિ સાથે રમતી ઈંગ્લેન્ડની ટીમના ફાસ્ટ બોલર લારવુડનો એક બોલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બર્ટ ઓલ્ડફિલ્ડને માથાના ભાગે વાગ્યો હતો અને તેનું માથુ ફોડી નાખ્યું હતું તથા ખોપડીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ ઘટના બાદ સીરિઝને અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના રાજનીતિક સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ હતી. બર્ટનું માથુ ફોડનારા લારવુડે એડિલેડ ટેસ્ટમાં કુલ સાત વિકેટ ઝડપી હતી અને ઈંગ્લેન્ડે 338 રનથી ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 4-1થી જીતી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article