
આપણા દેશમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ એક જનૂન છે. તેમજ ક્રિકેટનો ચાહક વર્ગ ખુબ મોટો છે. લાખો યુવાનો ક્રિકેટર બનવાનું સપનું જુએ છે પરંતુ શું તમે જાણો છો કે, ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા માટે એક બીજી રીત પણ છે. જો તમે ફિટનેસ, ફિઝિયોથેરેપી કે સ્પોર્ટસ જેવી ફીલ્ડમાં એક્સપર્ટ છો તો તમારી પાસે ટીમ ઈન્ડિયામાં જોડાવવાની એક શાનદાર તક છે.
હાલમાં મહિલા ક્રિકેટ ટીમમાં નોકરી કરવાની શાનદાર તક છે.કોચિંગ અને સપોર્ટ સ્ટાફના પદ માટે ભરતી બહાર પડી છે.આવી જ રીતે અન્ય પદ માટે પણ ભરતી બહાર પડતી હોય છે.તો ચાલો જાણીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 2 મહત્વપૂર્ણ પદ માટે ભરતી બહાર પાડી છે. હેડ ફિઝિયોથેરેપિસ્ટ અને સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ. આ પદ માટે બીસીસીઆઈએ લાયકાત અને અનુભવના ધોરણો પણ જાહેર કર્યા છે, જેથી માત્ર લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો જ અરજી કરી શકે.
આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને બેંગલુરુ સ્થિત BCCIની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં કામ કરવાની તક મળશે. ખાસ વાત એ છે કે આ માત્ર નોકરી નહીં હોય, પરંતુ ખેલાડીઓની ફિટનેસ અને પ્રદર્શનને નવી ઉંચાઈઓ પર લઈ જવાની જવાબદારી પણ હશે.
IPL 2025 વચ્ચે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા પર મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ બોર્ડે ગૌતમ ગંભીરન નજીકના અને ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને બહાર કરી દીધા છે.ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં BCCIએ માત્ર 8 મહિનામાં અભિષેક નાયરને બહારનો રસ્તો દેખાડી દીધો છે.