
2026 ઇન્ડિયન પ્રીમિયર લીગને હજુ થોડા દિવસો બાકી છે. બધી ટીમોએ આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માનો ખાસ દોસ્ત KKR નો હેડ કોચ બનવા તૈયાર છે.
Abhishek Nayar is set to be announced as the New Head Coach of KKR.
Source :- [Express Sports] pic.twitter.com/JHw9gx9Kbx
— Pratyush Halder (@pratyush_no7) October 26, 2025
એક અહેવાલ મુજબ, અભિષેક નાયરને ગયા અઠવાડિયે જ ફ્રેન્ચાઇઝના આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. એવી અપેક્ષા છે કે, ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં ‘અભિષેક નાયર’ ચંદ્રકાંત પંડિતની જગ્યા લેશે. ફ્રેન્ચાઇઝે થોડા મહિના પહેલા પંડિતને હેડ કોચ પદ પરથી દૂર કર્યા હતા. તેમના પદ હેઠળ કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL 2024નો ખિતાબ જીત્યો હતો.
રોહિત શર્માનો નજીકનો મિત્ર અભિષેક નાયર પહેલી વાર IPLમાં કોચિંગની ભૂમિકા નિભાવી રહ્યો નથી. તે અગાઉ કોચિંગ સ્ટાફમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યો છે. તેણે વર્ષ 2024 IPL ટાઇટલ જીત દરમિયાન KKRના આસિસ્ટન્ટ કોચ તરીકેની સેવા આપી હતી. નાયર ભારતીય ટીમના પણ આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે. જો કે, અભિષેક નાયર હેડ કોચ તરીકે પહેલી વાર કામ કરતાં જોવા મળશે, તેવી શક્યતા છે.