Ind vs Eng : બેન ડકેટે ભારત સામે 141 રન ફટકારીને તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ, રોહિત શર્મા પણ ટોપ 5 ની યાદીમાં સામેલ

ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે ભારત સામે લોર્ડ્સ વનડેમાં 141 રનની શાનદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો છે. ડકેટે ભારતના દિગ્ગજ યુવરાજ સિંહનો મોટો રેકોર્ડ તોડવાની સાથે જ વિવ રિચર્ડ્સના 51 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો છે.

Ind vs Eng : બેન ડકેટે ભારત સામે 141 રન ફટકારીને તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ, રોહિત શર્મા પણ ટોપ 5 ની યાદીમાં સામેલ
Image Credit source: Getty Images - cricinfo
| Updated on: Jul 19, 2026 | 9:19 PM

ભારત સામે ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન બેન ડકેટે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર અદભુત ઇનિંગ રમીને શાનદાર સદી ફટકારી છે. પોતાની આ શતકીય ઇનિંગના જોરે બેન ડકેટે ભારતની ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ તેમણે મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સનો રેકોર્ડ તોડીને લોર્ડ્સના મેદાન પર વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન બનવાનું બહુમાન મેળવ્યું છે. ડકેટની આ વિસ્ફોટક ઇનિંગના કારણે ઇંગ્લેન્ડે ભારત સામે મજબૂત સ્કોર ઊભો કર્યો છે.

બેન ડકેટે તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ

બેન ડકેટે ભારત સામેની ત્રીજી વનડે મેચમાં 135 બોલનો સામનો કરીને 1 છગ્ગો અને 18 ચોગ્ગાની મદદથી 141 રનની પ્રચંડ ઇનિંગ રમી હતી. આ સ્કોર સાથે તેઓ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચોમાં સૌથી મોટો સ્કોર બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ડકેટે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે, જેઓ હવે આ યાદીમાં ચોથા સ્થાને સરકી ગયા છે. જોકે, યુવરાજ સિંહ આ યાદીમાં બીજા સ્થાને પણ યથાવત છે. યુવરાજે ઇંગ્લેન્ડ સામે વનડેમાં વર્ષ 2017માં 150 રન જ્યારે વર્ષ 2008માં 138 રનની યાદગાર ઇનિંગ રમી હતી. આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ડેનિસ એમિસ સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે.

ભારત અને ઇંગ્લેન્ડ વનડે મેચોમાં સૌથી મોટી ઇનિંગ રમનારા ટોપ 5 બેટ્સમેન

ક્રિકેટર નામ વર્ષ રન
એન્ડ્રુ સ્ટ્રોસ 2011 158
યુવરાજ સિંહ 2017 150
બેન ડકેટ 2026 141
યુવરાજ સિંહ 2008 138
રોહિત શર્મા 2018 137
ડેનિસ એમિસ 1975 137

બેન ડકેટે તોડ્યો 51 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

બેન ડકેટે લોર્ડ્સમાં ભારત સામે ત્રીજી વનડેમાં 141 રનની ઇનિંગ રમીને ક્રિકેટ જગતના મહાન ખેલાડી વિવ રિચર્ડ્સનો 51વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લોર્ડ્સના મેદાન પર કોઈ પણ બેટ્સમેન દ્વારા વનડે ક્રિકેટમાં રમાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ સાબિત થઈ છે. આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ વિવ રિચર્ડ્સના નામે નોંધાયેલો હતો. વિવ રિચર્ડ્સે વર્ષ 1975માં ઇંગ્લેન્ડ સામે જ આ ઐતિહાસિક મેદાન પર અણનમ 138 રનની ઇનિંગ રમી હતી.

  • 141 રન – બેન ડકેટ વિરુદ્ધ ભારત, 2026
  • 138 રન (અણનમ) – વિવ રિચર્ડ્સ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 1979
  • 137 રન – ડેનિસ એમિસ વિરુદ્ધ ભારત, 1975
  • 137 રન – માર્કસ ટ્રેસ્કોથિક વિરુદ્ધ પાકિસ્તાન, 2001
  • 136 રન – ગ્રેહામ ગૂચ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 1989

Breaking News: લોર્ડ્સમાં ભારતીય બોલરોની થઈ બરાબરની ધોલાઈ, બેન ડકેટ અને જેકબ બેથેલની જોડી સામે વિકેટ માટે તરસ્યા બોલર્સ

Follow Us