ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ લાંબા બ્રેક બાદ ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે. શુભમન ગિલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત જેવા ખેલાડીઓ દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં રમતા જોવા મળશે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ટીમ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ સિરીઝ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
BCCIએ હજુ સુધી બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડ બાદ ટીમની પસંદગી થઈ શકે છે. પ્રથમ ટુર મેચ બેંગલુરુ અને અનંતપુરમાં 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે આ શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ 12 સપ્ટેમ્બરે ચેપોકમાં ભેગા થવાના છે. અહીં ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી માટે તેમની તાલીમ શરૂ કરશે, જ્યારે બાંગ્લાદેશ 15 સપ્ટેમ્બરથી અહીં તેની તાલીમ શરૂ કરશે.
ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમ તેના ઘરે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને ક્લીન સ્વીપ કર્યા પછી અહીં આવી રહી છે. આવી સ્થિતિમાં આ સિરીઝ ખૂબ જ રોમાંચક બની રહી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ IPL 2024 પહેલા તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 4-1થી જીત મેળવી હતી.
ભારતના પ્રવાસ પર બાંગ્લાદેશે 19 સપ્ટેમ્બર 2024 થી 12 ઓક્ટોબર 2024 સુધી બે ટેસ્ટ અને ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી મેચમાં બંને ટીમો કાનપુરના ગ્રીન પાર્કમાં સામ-સામે ટકરાશે. આ મેચ 27 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણીમાં ટક્કર થશે.
આ પણ વાંચો: 1 રનમાં 6 વિકેટ, 2 બોલરોએ મચાવી તબાહી, 20 ઓવરની મેચનું પરિણામ 43 બોલમાં જ નક્કી થઈ ગયું!