પાકિસ્તાનની ધમકી પર અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ, PCB-રમીઝ રાજાને બતાવ્યો અરીસો

|

Nov 27, 2022 | 10:33 AM

BCCI સેક્રેટરી જય શાહે ગયા મહિને કહ્યું હતું કે ભારતીય ટીમ આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય, ત્યાર બાદ આખો વિવાદ શરૂ થયો હતો.

પાકિસ્તાનની ધમકી પર અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ, PCB-રમીઝ રાજાને બતાવ્યો અરીસો
Anurag Thakur એ આપ્યો જવાબ

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી જ બંધ ક્રિકેટ સંબંધો બગડવાની આશંકા વધી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે આવતા વર્ષે યોજાનાર એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને રેટરિક વધુ તીવ્ર બનવા લાગી છે. ખાસ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે અને વર્લ્ડ કપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી છે, જેના પર કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી વળતો જવાબ આપતા કહ્યું કે સમય આવશે. બધું ખબર પડી જશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે, આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાને પાડોશી દેશ મોકલવામાં આવશે નહીં અને આવી સ્થિતિમાં એશિયા કપ તટસ્થ સ્થળે યોજવો પડશે. આ પછી પીસીબીએ બીસીસીઆઈને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે જો આવું થશે તો પાકિસ્તાની ટીમ પણ આવતા વર્ષે વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે.

‘ભારતને અવગણી શકાય નહીં’

હવે એક દિવસ પહેલા પીસીબી ચીફ રમીઝ રાજાએ ફરી એક વાર આમ તેમ નિવેદન કર્યા હતા અને કહ્યું હતું કે જો પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય તો કોઈ ટૂર્નામેન્ટ પણ જોશે નહીં. BCCIના પૂર્વ અધ્યક્ષ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે PCBની આ પોકળ ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સમાચાર એજન્સી એ ઠાકુરને ટાંકીને કહ્યું કે, યોગ્ય સમયની રાહ જુઓ. સ્પોર્ટ્સ જગતમાં ભારત એક મોટી તાકાત છે અને કોઈ પણ દેશ ભારતને અવગણી શકે નહીં. ઓક્ટોબરમાં જ્યારે આ વિવાદ શરૂ થયો ત્યારે પણ અનુરાગ ઠાકુરે પીસીબીની ધમકીનો આ જ રીતે જવાબ આપ્યો હતો.

રમીઝ રાજાએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે રમીઝ રાજાએ તાજેતરમાં એક પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે જો ભારતીય ટીમ આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તે પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. તેણે કહ્યું કે પાકિસ્તાની બોર્ડ આ મુદ્દે આક્રમક વલણ અપનાવશે અને પાકિસ્તાની ટીમ જે પ્રકારનું સારું પ્રદર્શન કરી રહી છે તેને જોતાં જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં નહીં રમે તો કોઈ પણ ટૂર્નામેન્ટ જોશે નહીં. યોગાનુયોગ, T20 વર્લ્ડ કપની જેમ, ભારત અને પાકિસ્તાન આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં છે.

 

Published On - 10:33 am, Sun, 27 November 22

Next Article