Tokyo Olympic માં રમી રહેલા ભારતીય એથલેટોનો ઉત્સાહ વધારવા BCCI એ કોહલી અને દ્રવિડનો વિડીયો શેર કર્યો

|

Jul 27, 2021 | 8:47 AM

રાહુલ દ્રાવિડ (Rahul Dravid) શ્રીલંકામાં યુવા ચહેરાઓ સાથે ટીમ ઇન્ડીયા (Team India) ને સફળ બનાવી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ડરહમમાં ટીમ ઇન્ડીયા સાથે તૈયારીઓમાં લાગ્યો છે.

Tokyo Olympic માં રમી રહેલા ભારતીય એથલેટોનો ઉત્સાહ વધારવા BCCI એ કોહલી અને દ્રવિડનો વિડીયો શેર કર્યો
Rahul Dravid-Virat Kohli

Follow us on

ભારતીય એથલેટ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં પોતાનો દમ દર્શાવી રહ્યા છે. મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) એ વેઇટલિફ્ટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. બાકીના ખેલાડીઓ પણ જીત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આખો દેશ ટોક્યોમાં ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા એથલેટોનો ઉત્સાહ વધારી રહ્યુ છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ખાસ અંદાજમાં દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ પણ એથલેટોનો ઉત્સાહ વધારે.

વિરાટ કોહલી આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં છે, જ્યાં આગામી ટેસ્ટ સિરીઝ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસ પર પહોંચેલી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રાવિડ (Rahul Dravid) દ્વારા પણ ખાસ સંદેશ શેર કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં એક મેડલ મેળવવામાં સફળ રહ્યુ છે. ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે મીરાબાઇ ચાનૂએ વેઇટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાર બાદ થી અત્યાર સુધી કોઇ મેડલ ભારતીય ખેલાડીને હાથ નથી લાગ્યો.

વિરાટનો ખાસ સંદેશ

પોતાના વિડીયો સંદેશમાં વિરાટ કોહલીએ કહ્યુ, આખાય દેશની આશાઓનો ભાર પોતાના ખભા પર ઉઠાવીને, તે આશાઓને જીતમાં બદલવાના હુન્નરની ખૂબ જાણકારીણ છે મીરાબાઇ ચાનૂને. જુઓ આપણાં ઇન્ડીયન એથલેટને ઓલિમ્પિકમાં.

રાહુલ દ્રાવિડ એ કરી અપીલ, એથલેટોનો વધારો ઉત્સાહ

શ્રીલંકા પ્રવાસ પર પહોંચેલી ટીમ ઇન્ડીયાના કોચ રાહુલ દ્રાવિડએ પોતાના વિડીયો સંદેશમાં કહ્યુ, ટોક્યો ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડીયાને સપોર્ટ કરવા માટે એક સાથે આગળ આવો અને તેમનો ઉત્સાહ વધારો. વિરાટ કોહલી અને રાહુલ દ્રાવિડ બંનેના વિડીયો સંદેશને BCCI એ ટ્વીટ કરીને શેર કર્યા હતા.

શ્રીલંકામાં દ્રાવિડ તો ઇંગ્લેન્ડમાં વિરાટ

રાહુલ દ્રાવિડ શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમના કોચ છે. યુવાઓ થી સજેલી ટીમ ઇન્ડીયા એ શ્રીલંકાને વન ડે સિરીઝમાં હરાવ્યુ છે. અને T20 સિરીઝની પ્રથમ મેચમાં પણ જીત મેળવી છે. બીજી તરફ વિરાટ કોહલી ની આગેવાની ધરાવતી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 4 ઓગષ્ટથી શરુ થનારી ટેસ્ટ સિરીઝની તૈયારીઓમાં લાગી ચુકી છે.

આ પણ વાંચોઃ covid protocol : દુનિયા વિજેતાઓનું સ્મિત જોશે, ખેલાડીઓેને 30 સેકન્ડ માટે માસ્ક ઉતારવાની પરવાનગી અપાઈ

Next Article