BCCI એ રોહિત અને વિરાટની સદીનો વીડિયો શેર કર્યો, ચાહકો સૌથી પૈસાદાર બોર્ડ પર ગુસ્સે થયા

Vijay Hazare Trophy : વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી હતી. આ મેચ લાઈવ ચાહકો જોઈ શક્યા ન હતા. જેના કારણે બીસીસીઆઈ ટ્રોલ થયું હતુ. તા ચાલો ચાહકોનું ગુસ્સાનું કારણ જાણીએ.

BCCI એ રોહિત અને વિરાટની સદીનો વીડિયો શેર કર્યો, ચાહકો સૌથી પૈસાદાર બોર્ડ પર ગુસ્સે થયા
| Updated on: Dec 25, 2025 | 5:07 PM

ભારતની મુખ્ય ઘરેલું ODI ટુર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફી, શરૂ થઈ ગઈ છે. ટુર્નામેન્ટના પહેલા દિવસે 19 મેચ રમાઈ હતી. જેમાં સૌથી ખાસ વાત ભારતીય ક્રિકેટના બે સુપરસ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની હતી. બંન્ને મેદાન પર ઉતર્યા હતા. વિરાટ કોહલીએ 133 રન બનાવ્યા હતા તો રોહિત શર્માના બેટમાંથી 155 રન આવ્યા હતા. હવે ટૂર્નામેન્ટની કોઈ પણ મેચ ચાહકોને જોવા મળશે નહી. જેના કારણે ચાહકો બીસીસીઆઈથી નારાજ હતા.

 

 

 

વિરાટ કોહલી અને રોહિત શર્માનો વીડિયો

મેચ પૂર્ણ થયા બાદ સાંજે બીસીસીઆઈએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઈનિગ્સનો વીડિયો પોસ્ટ કર્યો હતો. રોહિત શર્માએ સિક્કિમ વિરુદ્ધ 62 બોલમાં સદી ફટકારી હતી. તો જયપુરમાં રમાયેલી મેચમાં રોહિત શર્માએ 94 બોલમાં 155 રનની ઈનિગ્સ રમી હતી. દિલ્હીની આંધ્ર સામેની મેચમાં વિરાટ કોહલીએ 101 બોલ પર 14 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

આ વીડિયો જોયા પછી ચાહકો ગુસ્સે થયા

ભારતીય ક્રિકેટ ચાહકો બીસીસીઆઈ દ્વારા આ વીડિયો રિલીઝ કરવાથી ગુસ્સે થયા હતા. બીસીસીઆઈ દ્વારા વિરાટ અને રોહિતની ઇનિંગ્સના શેર કરાયેલા વીડિયોની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી. જેના કારણે બીસીસીઆઈને ટ્રોલ કરવામાં આવ્યું. બીસીસીઆઈ વિશ્વનું સૌથી પૈસાદાર બોર્ડ છે, તેમ છતાં આટલી નબળી ક્વોલિટીનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

 

 

વિરાટ કોહલીએ 15 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફીમાં એન્ટ્રી કરી છે અને સદી પણ ફટકારી હતી. પરંતુ ચાહકો આ સદી જોઈ શક્યા ન હતા કારણ કે, સ્ટેડિયમમાં એન્ટ્રી પર પ્રતિબંધ હતો, તેમજ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું ન હતુ. ત્યારબાદ ચાહકો પણ જુગાડ કરવામાં કાંઈ બાકી રાખતા નથી. ચાહકોને જાણ થઈ કે, વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો છે. તો ચાહકો સ્ટેડિયમની બહાર વૃક્ષ પર ચઢી ગયા હતા. અને ઝાડ પર ચઢી વિરાટ કોહલીની ઈનિગ્સ જઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો