IPL 2022 નુ આયોજન ભારત માં જ થશે ? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યુ મહત્વનુ નિવેદન

|

Oct 17, 2021 | 8:30 AM

કોરોના સંક્રમણને કારણે IPL 2021 સીઝન બે ભાગમાં આયોજીત કરવામાં આવી હતી. પહેલો ભાગ ભારતમાં એપ્રિલમાં રમાયો હતો, જેમાં સંક્રમણના કેસ હતા અને પછી યુએઈમાં ટુર્નામેન્ટ સમાપ્ત થઈ હતી.

IPL 2022 નુ આયોજન ભારત માં જ થશે ? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યુ મહત્વનુ નિવેદન

Follow us on

IPL 2021 સીઝન સમાપ્ત થઈ ગઈ છે અને થોડા કલાકોમાં આગામી સીઝન (IPL 2022) ની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. અત્યારે, ચર્ચા ફક્ત બે મુદ્દાઓ પર છે, પહેલો મુદ્દો બે નવી ટીમો અને બીજો સિઝન 2022ની શરૂઆત પહેલા યોજાનાર મેગા ઓક્શન. જેમાં દરેક ટીમને એકવાર ફરી નવેસરથી બનાવવામાં આવશે. પરંતુ આ સિવાય પણ એક મુદ્દો છે, જેની પર અત્યારે કોઈનું ધ્યાન નથી રહ્યું અને તે ચર્ચાનો વિષય પણ નથી. તે એ છે કે, શું IPL ની આગામી સિઝન ભારતમાં રમાશે?

સ્વાભાવિક રીતે કોરોના વાયરસ ચેપને કારણે, આગામી વર્ષે ભારતમાં આયોજિત ટુર્નામેન્ટ અંગે હજુ પણ આશંકા છે. પરંતુ આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેઓ ઘરેલુ IPL 2022 નું આયોજન કરવા માટે આશાવાદી છે.

કોરોનાથી પ્રભાવિત IPL 2021 સીઝન શુક્રવાર, 15 ઓક્ટોબરે UAE માં સફળતાપૂર્વક સમાપ્ત થઈ. એપ્રિલમાં ભારતમાં શરૂ થયેલી સિઝન, કોરોના વાયરસ કેસ આવ્યા પછી અધવચ્ચે થી સ્થગિત કરવી પડી હતી. તેના પાંચેક મહિના પછી, UAE માં સિઝનની બાકીની 31 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંતિમ મેચ 15 ઓક્ટોબરે રમાઈ હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચોથી વખત ટાઇટલ જીત્યુ હતો. આ રીતે, સતત બીજી સિઝનમાં, IPL ચેમ્પિયનશિપ UAE માં જ નક્કી થઈ.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ભારતમાં IPL ની વાત અલગ છે, આયોજનની આશા છે

છેલ્લા કેટલાક મહિનાઓમાં, ભારતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે રસીકરણને પણ આ દરમિયાન વેગ મળ્યો છે. જો કે, ત્રીજી લહેરનો ખતરો યથાવત્ છે અને આવી સ્થિતિમાં આગામી વર્ષે ભારતમાં ટુર્નામેન્ટનું આયોજન કરવાનો પ્રશ્ન રહે છે. આ મુદ્દે એક કાર્યક્રમ દરમિયાન BCCI પ્રમુખ ગાંગુલીએ પોતાના વિચારને વ્યક્ત કર્યા હતા.

ભારતમાં આયોજનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું આશા રાખું છુ. કારણ કે આ ભારતની ટુર્નામેન્ટ છે. દેખીતી રીતે યુએઈમાં ખૂબ જ સારું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ભારતની વાત અલગ છે. તે ભારતમાં એક ક્રેઝ જેવું છે, સ્ટેન્ડ એકદમ ભરાઈ જતા હોય છે. અમે તેને ભારતમાં ફરી આયોજન કરવાનું પસંદ કરીશું. હું આશા રાખું છું કે આગામી 7-8 મહિનામાં કોરોનાની સ્થિતિ સુધરશે અને અમે તેને ભારતમાં જ આયોજીત કરી શકીશું. જેમાં દર્શકો તેમની સંપૂર્ણ ક્ષમતામાં આવી શકે.

10 ટીમો વચ્ચે સ્પર્ધા

ટૂર્નામેન્ટની આગામી સિઝન સંપૂર્ણપણે અલગ અને મોટી હશે. આગામી સીઝન માટે 8 ને બદલે 10 ટીમો મેદાનમાં આવશે અને ટાઇટલ માટે લડશે. સિઝનની બે નવી ટીમોની જાહેરાત આ મહિને T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચના બીજા દિવસે 25 ઓક્ટોબરે થવાની છે. આ પછી વર્ષના અંતે અથવા આવતા વર્ષની શરૂઆતમાં મોટી હરાજીનું આયોજન કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ  T20 World Cup FAQ: કેટલી ટીમો લઇ રહી છે ભાગ, કેટલી રમાશે મેચ, T20 ચેમ્પિયનને કેટલા રુપિયા મળશે ઇનામ, અહીં જાણો દરેક સવાલ નો જવાબ

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: આ દેશની ટીમ પર ઉતરી આફત, 2 ખેલાડીઓ માતા અને એક ખેલાડીએ પિતા ગુમાવ્યા, છતાંય દેશ માટે ત્રણેય ખેલાડી રમશે

Next Article