IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ

|

Dec 01, 2021 | 9:27 AM

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (India Vs New Zeland) સાથેની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થતા જ આવતા સપ્તાહે દક્ષિણ આફ્રિકા પ્રવાસે જવા માટેનુ આયોજન કરવામાં આવેલુ છે.

IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ
Sourav Ganguly

Follow us on

ભારતીય ટીમ (Team India) આગામી સપ્તાહ દરમ્યાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (India tour to South Africa) જનાર હોવાનો કા્યક્રમ આયોજીત કરવામાં આવેલો છે. દક્ષિણ આફ્રિકામાં ઓમીક્રોન વેરિઅન્ટ (Omicron variant) કોરોના વાયરસનુ સંક્રમણ ખૂબ જ ફેલાવવા લાગ્યો છે. જેને લઇને પ્રવાસ પર સંકટ મંડરાયુ છે. આ દરમિયાન જ હવે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પ્રવાસને લઇને નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ છે કે પ્રવાસ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત આયોજન મુજબ જારી રહેશે.

સૌરવ ગાંગુલીએ કાર્યક્રમ મુજબ ભારતીય ટીમ પ્રવાસ યોજશે અને સાથે જ આ માટે બીસીસીઆઇ તરફ થી કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઇને તેની સ્થિતી પર પણ બારીકાઇ થી નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર એજન્સીના મીડિયા અહેવાલ મુજબ બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ કહ્યુ હતુ કે, અમારી પાસે નિર્ણય કરવા માટે પુરતો સમય છે. પ્રવાસની શરુઆત પ્રથમ ટેસ્ટ મેચ થી શરુ થનાર છે. જે 17 ડિસેમ્બરે યોજાનાર છે. અમે તેની પર વિચાર કરીશુ. સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે, ભારતીય ટીમ મુંબઇમાં ન્યુઝીલેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચ રમનાર છે. ત્યાર બાદ આગામી સપ્તાહે 8મી અથવા 9 મી ડિસેમ્બરે જહોનિસબર્ગ માટે રવાના થશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

બીસીસીઆઇ અધ્યક્ષે કહ્યુ કે, ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય હંમેશા બીસીસીઆઇની પ્રથમ પ્રાથમિકતા રહી છે. અમે તેને માટે હર સંભવન પ્રયાસો કરીશુ. અમે જોઇશુ કે આવનારા દિવસોમાં શુ થાય છે.

 

દક્ષિણ આફ્રિકાએ ભારતીય ખેલાડીઓની સુરક્ષાની ખાતરી આપી

દેશમાં કોવિડનું ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યા બાદ પ્રવાસને લઈને કેટલીક ચિંતાઓ છે. આ નવા વેરિઅન્ટ પછી, ઘણા દેશોએ મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ કોઓપરેશન (ડુર્કો), જે દેશનું વિદેશ મંત્રાલય છે, એ કહ્યું, દક્ષિણ આફ્રિકા ભારતીય ટીમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેશે.

દક્ષિણ આફ્રિકા અને ભારત બંને રાષ્ટ્રીય ટીમ માટે સંપૂર્ણપણે જૈવ-સુરક્ષિત વાતાવરણ બનાવવામાં આવશે. દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત ‘A’ ટીમનો પ્રવાસ ચાલુ રાખીને એકતા દર્શાવવાનો ભારતનો નિર્ણય ઘણા દેશોથી વિપરીત છે. જેમણે તેમની સરહદો બંધ કરવાનો અને દક્ષિણ આફ્રિકાથી મુસાફરી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે, મંત્રાલયે જણાવ્યું હતું.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્ષગાંઠ એક સન્માન સમારોહ સાથે ઉજવવામાં આવશે જે કેપટાઉનમાં 2 જાન્યુઆરી, 2022 ના રોજ યોજવામાં આવશે. આ ઇવેન્ટમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોને પણ દર્શાવવામાં આવશે. જે ફરી એકવાર બે ભારતીય ટીમના પ્રવાસ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃ  Mumbai Indians IPL 2022 Retained Players: હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન બહાર, કેપ્ટન રોહિત શર્મા સહિત આ 4 પ્યેલર રિટેન

આ પણ વાંચોઃ CSK IPL 2022 Retained Players: રવિન્દ્ર જાડેજા પર ધોની કરતા પણ વધુ પૈસા વરસ્યા, રૈના, ચાહર અને શાર્દૂલ ઠાકુર ‘પિળી જર્સી’ થી બહાર

 

Published On - 9:14 am, Wed, 1 December 21

Next Article