
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય અંડર-19 પુરુષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં યોજાશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. આ શ્રેણી યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની એક શ્રેષ્ઠ તક હશે. તાજેતરમાં, ભારતની અંડર-19 ટીમે પણ ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેણે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.
જુનિયર ક્રિકેટ સમિતિએ આયુષ મ્હાત્રેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે વિહાન મલ્હોત્રા વાઈસ-કેપ્ટન રહેશે. તેના ઉપરાંત, 14 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જોરદાર બેટિંગ કરી હતી અને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તે ઓસ્ટ્રેલિયામાં પોતાનો જલવો બતાવતો જોવા મળશે. તે જ સમયે રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ, આરએસ અંબરીશ અને કનિષ્ક ચૌહાણ જેવા યુવા ખેલાડીઓ પણ આ પ્રવાસનો ભાગ બનશે.
NEWS
India U19 squad for tour of Australia announced.
The India U19 side will play three one-day games and two multi-day matches against Australia’s U19 side.
Details #TeamIndiahttps://t.co/osIWOaFA12
— BCCI (@BCCI) July 30, 2025
ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર -19 ટીમો વચ્ચે પહેલા 3 વનડે મેચ રમાશે. શ્રેણીની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ બીજી મેચ 24 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 26 સપ્ટેમ્બરે રમાશે. આ ઉપરાંત બંને ટીમો વચ્ચે 2 યૂથ ટેસ્ટ મેચ પણ રમાશે. પહેલી મેચ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી રમાશે. આ મેચો માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય પર પણ પસંદ કરવામાં આવ્યા છે.
આયુષ મ્હાત્રે (કેપ્ટન ), વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંઘ (વિકેટકીપર), આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનીલ પટેલ, ડી દીપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખીલન પટેલ, ઉધવ મોહન, અમન ચૌહાણ.
આ પણ વાંચો: ICC rule book EP 9 : મેદાનની તૈયારી અને જાળવણી વિશે શું છે ICCનો નિયમ?