Breaking News: BCCIએ ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાની કરી ‘જાહેરાત’, સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જોવા મળશે ધાકડ ખેલાડીઓનો જલવો

સાઉથ આફ્રિકા સામેની આગામી મહત્વપૂર્ણ સીરિઝ માટે BCCIએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં ત્રણેય ફોર્મેટમાં કમાન અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ટેસ્ટ, ODI અને T20I રમવા માટે મેદાને ઉતરશે.

Breaking News: BCCIએ ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જોવા મળશે ધાકડ ખેલાડીઓનો જલવો
Image Credit source: Getty Images
| Updated on: Nov 09, 2026 | 7:58 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે તમામ ત્રણેય ફોર્મેટમાં પોતાની તાકાત બતાવવાની તક મળશે. આ પ્રવાસ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે, અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, ODI અને T20I ટીમની કમાન સોંપવામાં આવી છે.

ભારતીય ટીમ આ પ્રવાસ પર એક ટેસ્ટ, ત્રણ ODI અને ત્રણ T20I મેચોની સિરીઝ રમશે. જણાવી દઈએ કે, સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પહેલીવાર ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરશે. BCCIની મહિલા સિલેક્શન કમિટીએ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ ટીમોની પસંદગી કરી છે. ટેસ્ટ અને ODI ટીમમાં કપ્તાન સ્મૃતિ મંધાના ઉપરાંત શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ જેવા પ્રમુખ ખેલાડીઓને જગ્યા મળી છે.

વિકેટકીપરની જવાબદારી રિચા ઘોષ અને યસ્તિકા ભાટિયા સંભાળશે, જ્યારે દીપ્તિ શર્માને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવી છે. ટેસ્ટ અને ODI ટીમમાં સ્નેહ રાણા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિંતિમણિ કલિતા અને સયાલી સતઘરેને પણ એડ (Add) કરવામાં આવ્યા છે.

શેફાલી વર્મા વાઇસ-કેપ્ટન

T20I ટીમની કપ્તાન સ્મૃતિ મંધાના હશે, જ્યારે શેફાલી વર્માને વાઇસ-કેપ્ટનની જવાબદારી મળી છે. આ ટીમમાં નિકી પ્રસાદ, જી. કમલિની અને અનુષ્કા શર્મા જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. આ ઉપરાંત જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા પણ T20I ટીમનો હિસ્સો છે. બોલિંગમાં શ્રી ચરણી, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી અને સયાલી સતઘરેને એડ (Add) કરવામાં આવ્યા છે. અમનજોત કૌર પણ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે.

ભારતીય મહિલા ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસનો શિડ્યુલ

  • પહેલી ટેસ્ટ: 9 ડિસેમ્બર, ગ્કેબેર્હા
  • પહેલી ODI: 16 ડિસેમ્બર, પાર્લ
  • બીજી ODI: 19 ડિસેમ્બર, કેપટાઉન
  • ત્રીજી ODI: 22 ડિસેમ્બર, બ્લોમફોન્ટેન
  • પહેલી T20I: 26 ડિસેમ્બર, બેનોની
  • બીજી T20I: 29 ડિસેમ્બર, પોટચેફસ્ટ્રૂમ
  • ત્રીજી T20I: 30 ડિસેમ્બર, પોટચેફસ્ટ્રૂમ

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની ભારતીય મહિલા ટીમ

ભારતની ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઇસ-કેપ્ટન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિંતિમણિ કલિતા, સયાલી સતઘરે.

ભારતની ODI ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઇસ-કેપ્ટન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિંતિમણિ કલિતા, સયાલી સતઘરે.

ભારતની T20I ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઇસ-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની, અનુષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમા રાવત, અમાનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, સયાલી સતઘરે.

કેએલ રાહુલને નંબર 6 પર મોકલવો અન્યાયી, આ ભૂતપૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

Follow Us
Loading...
Unable to load recommendations.