વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની શરૂઆત 16 ફેબ્રુઆરીએ બુધવારથી થશે. તમામ ત્રણેય મેચ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાશે. આ તમામ મચે સ્ટેડિયમમાં બંધ બારણે રમાશે. એક પણ દર્શક મેચ જોવા સ્ટેડિયમમાં પ્રવેશી નહીં શકે.

વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન
Rishabh Pant (PC: TV9)
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:58 PM

હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket) સામે પુરી થયેલી વન-ડે સીરિઝ (INDvWI) સમયે એક મેચમાં ભારતીય ટીમે (Team India) એક પ્રયોગ કરતા રિષભ પંત (Rishabh Pant) પાસેથી ઇનિંગની શરૂઆત કરાવવામાં આવી હતી. જોકે આ પ્રયોગ સફળ રહ્યો ન હતો. તેમ છતાં કેટલાક લોકોએ તેને સારો પ્રયોગ ગણાવ્યો હતો. બુધવારથી શરૂ થઇ રહેલ ટી20 સીરિઝ પહેલા બેટિંગ કોચ વિક્રમ રાઠોરે પણ પંત પાસેથી ફરીથી ઇનિંગ શરૂ કરવાને લઇને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ટીમે હજુ સુધી નક્કી નથી કર્યું કે તે રિષભ પંત પાસેથી ઓપનિંગ કરાવવાનો પ્રયોગ ટી20 સીરિઝમાં પણ ચાલુ રાખશે કે નહીં.

વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે બીજી વન-ડેમાં રિષભ પંતે ઇનિંગની શરૂઆત કરી હતી અને તેણે 18 રન બનાવ્યા હતા. જોકે અંતિમ વન-ડેમાં શિખર ધવને વાપસી કરી હતી અને તે ફરીથી મધ્યમક્રમમાં બેટિંગ કરવા માટે ઉતર્યો હતો.

જાણો, વિક્રમ રાઠોરે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું…
સોમવારે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નનો જવાબ આપતા વિક્રમ રાઠોડે કહ્યું કે, “અમે ખરેખર હજુ સુધી આ અંગે કઇ નક્કી નથી કર્યું. અમારી પાસે હજુ પણ કેટલાક દિવસો બાકી છે. અહીં, અમે આજથી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી છે. એકવાર અમને વિકેટ અને પિચ કેવી છે તેનો ખ્યાલ આવે ત્યારબાદ અમે તેના પર કઇક વિચાર કરીશું. લોકેશ રાહુલ બહાર છે. અમારી પાસે જે વિકલ્પમાં જોઇએ તો ઇશાન કિશન, રૂતુરાજ ગાયકવાડ છે.”

વિક્રમ રાઠૌરે એ પણ કહ્યું કે રિષભ પંતને ટીમની જરૂરીયાત ધ્યાનમાં રાખતા અત્યારે મધ્યમક્રમમાં જ બેટિંગ કરવા માટે બરોબર છે. તેણે વધુમાં કહ્યું કે, “અમારી પાસે વિકલ્પ છે. રિષભ પંત એક શાનદાર ખેલાડી છે, તે સારા ક્રમમાં શાનદાર ક્રિકેટ રમી શકે છે. પણ ટીમને શું જોઇએ છે તે તેના પર નિર્ભર કરે છે અને અમે શું જોઇ રહ્યા છીએ. મને જરા પણ શંકા નથી કે તે 2023 પછી પણ ટીમમાં હશે અને અમે મધ્યમક્રમ અને નીચેના ક્રમમાં તેનો સારો ઉપયોગ કરી શકીએ છીએ.”


તમને જણાવી દઇએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝનું ક્લિન સ્વિપ કર્યા બાદ ભારતીય ટીમ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ત્રણ મેચની ટી20 સીરિઝ રમવા માટે પહોંચી છે અને સીરિઝની પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ બુધવારે રમાશે.

આ પણ વાંચો : ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આફ્રિકાના આ ખેલાડીએ એવોર્ડ જીત્યો

આ પણ વાંચો : IPL 2022 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ખાસ ટ્રિબ્યુટ

Published On - 6:53 pm, Mon, 14 February 22