
IPL 2025ના રોમાંચક વાતાવરણ વચ્ચે ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે સામાન્ય રીતે ગરમાગરમીનું વાતાવરણ જોવા મળે છે. ક્યારેક ચર્ચા ખૂબ ગરમ થઈ જાય છે. પરંતુ બાંગ્લાદેશમાં આવી એક ઘટના બની, જેમાં બે ખેલાડીઓ વચ્ચે ધક્કો મારવાની ઘટના બની અને તેના કારણે ઝઘડો પણ થયો. આ જોઈને અમ્પાયર વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વાસ્તવમાં, આ ઘટના ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા ઈમર્જિંગ અને બાંગ્લાદેશ ઈમર્જિંગ વચ્ચે રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. રમતના બીજા દિવસે, દક્ષિણ આફ્રિકાના ખેલાડી ત્શેપો ન્ટુલી અને બાંગ્લાદેશના રિપન મંડલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ, બંને ખેલાડીઓ એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા. મામલો મારપીટ સુધી પહોંચી ગયો અને બાંગ્લાદેશના રિપન મંડલે બેટથી મારવાનો પ્રયાસ પણ કર્યો, ત્યારબાદ અમ્પાયર અમ્પાયર વચ્ચે પડ્યા.
Things got out of control between Tshepo Ntuli and Ripon Mondol during the SA Emerging vs Bangladesh Emerging match today and the umpires were forced to intervene pic.twitter.com/EhYC6KVj4u
— Werner (@Werries_) May 28, 2025
આ મેચમાં બાંગ્લાદેશ ઈમર્જિંગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ ઘટના બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન બની હતી. જો કે આ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી એટલી હદે વધી ગઈ કે જો અમ્પાયરે વચ્ચે પડ્યા ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. બંને ટીમો વચ્ચેનો આ પ્રવાસ 3 ODI મેચોથી શરૂ થયો હતો, જેમાં બાંગ્લાદેશે 2-1થી જીત મેળવી હતી. અને હવે બિનસત્તાવાર ટેસ્ટ રમાઈ રહી છે.
મેચ અધિકારીઓએ હજુ સુધી કોઈ તાત્કાલિક પગલા લીધા નથી, પ્રોટોકોલ મુજબ મેદાન પરના અમ્પાયરોએ કોઈપણ સજાની જાહેરાત કરતા પહેલા સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. ESPNcricinfoના એક અહેવાલ મુજબ, મેચ રેફરી આ ઘટનાની જાણ BCB અને CSA બંનેને કરશે, જેમના તરફથી પગલા લેવાની અપેક્ષા છે, ખાસ કરીને કારણ કે આ સીરિઝની છેલ્લી મેચ છે.
આ પણ વાંચો: IPL 2025 : જો પંજાબ અને RCB વચ્ચેની ક્વોલિફાયર-1 મેચ રદ્દ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે નિયમ