BAN vs ZIM: બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં છેલ્લા બોલ સુધી લડીને હાર્યું ઝિમ્બાબ્વે

|

Oct 30, 2022 | 12:33 PM

છેલ્લી ઓવરમાં ઝિમ્બાબ્વેને (Zimbabwe) જીતવા માટે 16 રન બનાવવાના હતા, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 13 રન બનાવી શકી અને મેચ હારી ગઈ.

BAN vs ZIM: બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં છેલ્લા બોલ સુધી લડીને હાર્યું ઝિમ્બાબ્વે
Bangladesh won against Zimbabwe
Image Credit source: Twitter

Follow us on

ઝિમ્બાબ્વેની ટીમ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની જેમ ચમત્કાર સર્જતા રહી ગઈ. રોમાંચક મેચમાં તેણે બાંગ્લાદેશને છેલ્લા બોલ સુધી લડત આપી હતી. પરંતુ, જીતથી માત્ર 3 રન દૂર રહી હતી. T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં બાંગ્લાદેશની આ બીજી જીત છે. આ સાથે જ ઝિમ્બાબ્વેની આટલી મેચોમાં આ પહેલી હાર છે. આ પહેલા ઝિમ્બાબ્વેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં તેણે પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. જવાબમાં 151 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 148 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવરમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 16 રન બનાવવાના હતા, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 13 રન બનાવી શક્યા અને મેચ હારી ગયા.

છેલ્લા બોલ પર શાનદાર ડ્રામા

બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી, જેમાં બાંગ્લાદેશને ઝિમ્બાબ્વે પર 4 રને જીતી બતાવ્યું હતું. પરંતુ, પછી ખબર પડી કે બાંગ્લાદેશ દ્વારા ફેંકવામાં આવેલો છેલ્લો બોલ નો બોલ છે. આ પછી ઝિમ્બાબ્વેની જીતની આશા ફરી જાગી. પરંતુ તે તેનો લાભ ઉઠાવી શકી નહોતી. રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને છેલ્લા બોલ સુધી લડત આપી હતી. પરંતુ, ઝિમ્બાબ્વેની ટીમ જીતથી 3 રન દૂર રહી હતી. T20 વર્લ્ડ કપ 2022માં ઝિમ્બાબ્વેની આ પ્રથમ હાર છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઝિમ્બાબ્વેના 7 બેટ્સમેન બે અંકે ના પહોંચી શક્યા

બાંગ્લાદેશ સામે ઝિમ્બાબ્વેના 7 બેટ્સમેન બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા. પાકિસ્તાન સામે હીરો બનેલો સિકંદર રઝા ખાતું પણ ખોલી શક્યો નહોતો. સીન વિલિયમ્સે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા.

 

Next Article