પાકિસ્તાન (Pakistan)ની ટીમ અફઘાનિસ્તાનના હાથે અપમાનથી બચી ગઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાન સામેની બીજી વનડે મેચના એક બોલ પહેલા એક વિકેટથી જીતી લીધી હતી. અફઘાનિસ્તાન (Afghanistan)ની ટીમ છેલ્લી ઓવરમાં જીતની તક ચૂકી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાન ટીમે પાકિસ્તાનને 301 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાને 49.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ (Babar Azam)ની કપ્તાનીમાં પાકિસ્તાનની જીત અને અફઘાનિસ્તાનની હારનું પરિણામ મેચની અંતિમ ઓવરમાં આવ્યું હતું. છેલ્લી ઓવર ખૂબ જ હાઈ વોલ્ટેજ બની ગઈ હતી.
છેલ્લી ઓવરે થોડીવાર માટે બધાના શ્વાસ રોકી રાખ્યા હતા. હકીકતમાં, છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 11 રનની જરૂર હતી, જ્યારે અફઘાનિસ્તાને 10 રન બચાવવા અથવા 2 વિકેટ લેવાની હતી. ફઝલહક ફારૂકી છેલ્લી ઓવર માટે બોલિંગ ફેંકવા આવે છે. તેના પ્રથમ બોલ પર નસીમ શાહે ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ બોલ ફેંકતા પહેલા જ બીજા છેડે શાદાબ રનઆઉટ થયો હતો.
.@iNaseemShah does it again!
Pakistan ride on @76Shadabkhan‘s excellent knock and @ImamUlHaq12‘s glorious 91 to gain an unassailable 2️⃣-0️⃣ lead #AFGvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/olIrabso3e
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2023
વાસ્તવમાં ફારૂકીએ અંતિમ ઓવરમાં બીજો બોલ ફેંક્યો ન હતો. શાદાબ બોલ ફેંકાય એ પહેલા જ ક્રિઝની બહાર ગયો હતો. આ તકનો લાભ લઈને ફારૂકીએ તેને ભગાડી દીધો હતો. પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ પાકિસ્તાનને છેલ્લા 5 બોલમાં 7 રનની જરૂર હતી. ઓવરના બીજો બોલ ડોટ રહ્યો હતો. બોલરે આગલા બોલ પર માત્ર એક રન આપ્યો હતો. આ પછી પાકિસ્તાનને 3 બોલમાં 6 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાની બેટ્સમેન બતાવી રહ્યો હતો હોંશિયારી, અફઘાનિસ્તાનના બોલરે અશ્વિનની સ્ટાઈલમાં ભણાવ્યો પાઠ, જુઓ Video
અફઘાનિસ્તાનની જીત પણ દેખાઈ રહી હતી, પરંતુ હરિસ રઉફ ચોથા બોલ પર 3 રન બનાવીને દોડ્યો હતો અને નસીમ શાહ પાંચમાં બોલ પર સ્ટ્રાઈક પર આવ્યો હતો. પાકિસ્તાનને 2 બોલમાં 3 રનની જરૂર હતી. અફઘાનિસ્તાન પાસે જીતવાના 2 રસ્તા હતા. કાં તો તે વિકેટ લે અથવા રનનો બચાવ કરે, પરંતુ અફઘાન ટીમ બંને કરી શકી ન હતી. પાંચમાં બોલ પર નસીમ શાહે ચોગ્ગો ફટકારીને અફઘાનિસ્તાનની તમામ આશાઓ ખતમ કરી નાખી. આ બાઉન્ડ્રીની સાથે જ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ ખુશીથી ઉછળવા લાગ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવી રોમાંચક મેચની કોઈને અપેક્ષા નહોતી.