પાકિસ્તાની મૂળનો એ ‘કુખ્યાત ક્રિકેટર’, જેણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં રહીને કર્યા અનેક મોટા કૌભાંડ

ઉસ્માન ખ્વાજા 39 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ખ્વાજાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે ચાર વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા ગયો હતો.

પાકિસ્તાની મૂળનો એ કુખ્યાત ક્રિકેટર, જેણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં રહીને કર્યા અનેક મોટા કૌભાંડ
| Updated on: Jan 02, 2026 | 1:20 PM

ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ખ્વાજાનો જન્મ 1986માં પાકિસ્તાનમાં થયો હતો અને તે ચાર વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે પોતાની કારકિર્દીની શરૂઆતમાં વિવાદોથી દૂર રહ્યો પરંતુ અંત સુધીમાં તે અનેક મોટા વિવાદોમાં આવી ચુક્યો છે. નિવૃત્તિ લેતી વખતે પણ તેણે એક નવો વિવાદ ઉભો કર્યો છે.

ઉસ્માન ખ્વાજાએ પોતાના ક્રિકેટ સન્યાસલની સાથે જ એક નવા વિવાદમાં ફસાયો છે. મીડિયા સાથે વાત કરતા ખ્વાજાએ કહ્યું, “હું પહેલેથી થોડો અલગ અનુભવ કરતો આવ્યો છુ. આજે પણ કરી રહ્યો છુ. મને ઘણી રીતે ખૂબ જ અલગ લાગ્યું છે, જે રીતે મારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને તમામ વસ્તુઓ એક બાદ એક બનતી ચાલી ગઈ”

પોતાની જ પીચની કરી ટીકા

ઉસ્માન ખ્વાજા પોતાની કારકિર્દીના અંતમાં એક બાદ એક નવા વિવાદોમાં ફસાતો જોવા મળી રહ્યો છે. તેમણે એશિઝ સીરિઝના પહેલી ટેસ્ટ બાદ પર્થની પીચની આકરી ટીકા કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ ગમ્યું નહીં, અને બોર્ડે તેમના નિવેદન માટે તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યુ.

ટેસ્ટ મેચ પહેલા ગોલ્ફ કોર્સ પર

2025-26 એશિઝ સિરીઝ શરૂ થયા પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો જોરશોરથી તૈયારી કરી રહી હતી. આ શ્રેણી બંને ટીમો માટે ટ્રોફી કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આમ છતાં, ખ્વાજા મેચ શરૂ થાય તે પહેલાં સતત ત્રણ દિવસ ગોલ્ફ રમ્યો હતો. પ્રથમ ટેસ્ટ દરમિયાન તેમને પીઠની તકલીફ થઈ હતી, જેના કારણે ઘણો હોબાળો થયો હતો.

કાળી પટ્ટી પહેરીને ICCનો વિરોધ

જ્યારે ICC દ્વારા તેને શુઝ પર મેસેજ લખવાની મંજૂરી ન મળી તો ઉસ્માન ખ્વાજાએ વિરોધ કરવાનું નક્કી કર્યું. પાકિસ્તાન સામેની મેચમાં તે હાથમાં કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યો. ICCએ આ વાત બિલકુલ ગમી નહીંઅને ખ્વાજાને ચેતવણી આપવામાં આવી હતી. પરિણામે, તેમણે આગામી ટેસ્ટમાં આવુ કંઈ ન કર્યુ.

ઉસ્માન ખ્વાજા ટેસ્ટ મેચમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં જૂતા પહેરવા માંગતા હતા.2023 માં પાકિસ્તાન સામેની મેચમાં તે “બધા જીવન સમાન છે” લખેલા જૂતા પહેરવા માંગતો હતો. ICC એ આની મંજૂરી આપી ન હતી.

19 વર્ષ બાદ આ પાકિસ્તાની ક્રિકેટરે તોડ્યો વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ, માત્ર 177 બોલમાં ફટકારી ડબલ સેન્ચ્યુરી

Published On - 1:20 pm, Fri, 2 January 26