AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 વિકેટ… ઓસ્ટ્રેલિયા પછી બાંગ્લાદેશે મચાવી તબાહી, 51 વર્ષમાં ફક્ત ત્રીજી વખત આવું બન્યું

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટના પહેલા દિવસે બોલરોનું વર્ચસ્વ રહ્યું હતું. બંને ટીમોએ મળીને પહેલા દિવસે 18 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. 51 વર્ષમાં ત્રીજી વખત આવું બન્યું હતું.

18 વિકેટ... ઓસ્ટ્રેલિયા પછી બાંગ્લાદેશે મચાવી તબાહી, 51 વર્ષમાં ફક્ત ત્રીજી વખત આવું બન્યું
AUS vs BANImage Credit source: X/star sports
| Updated on: Aug 22, 2026 | 5:25 PM
Share

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ગ્રેટ બેરિયર રીફ એરેના મેકે ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે બોલરોએ એવી તબાહી મચાવી જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. મિશેલ સ્ટાર્કની આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયન પેસ આક્રમણે પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશને ફક્ત 64 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, જ્યારે બાંગ્લાદેશી બોલરોએ બીજી ઇનિંગમાં ચમત્કારિક વાપસી કરી અને દિવસના અંત સુધીમાં આઠ ઓસ્ટ્રેલિયન વિકેટો ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટના પહેલા દિવસે 18 વિકેટ પડી

મેકે ટેસ્ટના પહેલા દિવસે કુલ 74 ઓવર રમાઈ હતી, જેમાં બંને ટીમોએ સંયુક્ત રીતે 229 રન બનાવ્યા હતા અને 18 વિકેટ ગુમાવી હતી. છેલ્લા 51 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે આટલી બધી વિકેટ પડી હોવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા ફક્ત બે વાર એક જ દિવસમાં 18 કે તેથી વધુ વિકેટ પડી છે.

સ્ટાર્કે પહેલી ઇનિંગમાં તબાહી મચાવી

મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું. મિશેલ સ્ટાર્કે ઘાતક સ્વિંગ બોલિંગથી છ વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સે ત્રણ અને જોશ હેઝલવુડે એક વિકેટ લીધી, જેનાથી બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા આવ્યું, ત્યારે બાંગ્લાદેશી ડાબોડી ફાસ્ટ બોલર શરીફુલ ઇસ્લામે કાંગારૂ બેટ્સમેનોનો સામે ભારે વિનાશ વેર્યો.

શરીફુલ ઇસ્લામે 6 વિકેટ લીધી

શરીફુલે 11 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, બ્યુ વેબસ્ટર, પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કને આઉટ કર્યા હતા. તસ્કિન અહેમદ અને મેહદી હસન મિરાઝે 1-1 વિકેટ લીધી હતી. પરિણામે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમત 8 વિકેટે 165 રન પર પૂરી કરી. કેમેરોન ગ્રીન 51 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે નાથન લિયોન તેની સાથે ક્રીઝ પર હતો. આ મેચનો બીજો દિવસ ખૂબ જ રોમાંચક બનવાનો છે.

Viral Girl: ‘6-7’ સેલિબ્રેશનથી ઈન્ટરનેટ સેન્સેશન બની ગયેલી દિલ્હીની યુવા મહિલા ક્રિકેટર કોણ છે?

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">