
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં 19 નવેમ્બરના રોજ 2 મેચ રમાઈ હતી. પહેલી મેચ અફઘાનિસ્તાન એ ટીમ અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 24 રનથી જીત મેળવી હતી. તેમજ દિવસની બીજી મેચ શ્રીલંકા એ અને બાંગ્લાદેશ એ વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 6 રનથી જીત મેળવી હતી. આ મેચનું પરિણામ આવતા જ સેમિફાઈનલનું શેડ્યુલ નક્કી થયું છે. ગ્રુપ બીમાંથી ઈન્ડિયા એ અને પાકિસ્તાન એ ટીમ પહેલા જ સેમિફાઈનલમાં સ્થાન પાક્કું કરી ચૂકી હતી. તેમજ ગ્રુપ એમાંથી બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
સેમિફાઈનલ મેચની જો આપણે વાત કરીએ તો ઈન્ડિયા એનો સામનો બાંગ્લાદેશ એ સામે થશે. બંન્ને ટીમો વચ્ચે આ મેચ 21 નવેમ્બરના રોજ બપોરના 3 કલાકે દોહામાં રમાશે. તેમજ બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનએ નો સામનો શ્રીલંકા એ સાથે થશે. આ મેચ 21 નવેમ્બરના રોજ રમાશે. જ્યારે બીજી મેચની શરુઆત સાંજે 8 કલાકે થશે જે ટીમ સેમિફાઈનલમાં જીતશે. તે ફાઈનલમાં સ્થાન બનાવશે. ટીમ ઈન્ડિયાને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે 2 મેચ જીતવી પડશે. એટલે કે, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની ચેમ્પિયન ટીમ બનવા માટે ટીમ ઈન્ડિયા માત્ર 2 ડગલા દુર છે.
જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ગ્રુપ સ્ટેજમાં તેમણે 3 મેચ રમી હતી. પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 8 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. લીગ સ્ટેજની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા એનો સામનો ઓમાન એ સાથે થયો હતો. જેમાં ભારતીય ટીમને 6 વિકેટથી જીત મળી હતી. હવે સેમિફાઈનલમાં તેનો સામનો બાંગ્લાદેશ સાથે થશે. જેમાં જોવાનું રહેશે કે, ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 23 નવેમ્બરના રોજ દોહામાં રમાશે.
વૈભવ સૂર્યવંશી હાલમાં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં રમી રહ્યો છે. ઇન્ડિયા એ માટે તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને કેટલીક બાબતોમાં નંબર 1 રેન્કિંગ મળ્યું છે.