Asia Cup: ટીમ ઈન્ડિયાનુ એલાન, વિરાટ કોહલી અને કેએલ રાહુલ પરત ફરશે, આ બોલર બુમરાહનુ સ્થાન લેશે

|

Aug 08, 2022 | 10:00 PM

એશિયા કપ (Asia Cup 2022) યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે. ભારતીય ટીમ (Indian Cricket Team) 28 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Asia Cup: ટીમ ઈન્ડિયાનુ એલાન, વિરાટ કોહલી અને કેએલ રાહુલ પરત ફરશે, આ બોલર બુમરાહનુ સ્થાન લેશે
એશિયા કપ માટે Team India ની ઘોષણા કરાઈ

Follow us on

એશિયા કપ (Asia Cup 2022)  માટે ટીમ ઈન્ડિયા ની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ આ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેનું નેતૃત્વ રોહિત શર્મા (Rohit Sharma) કરશે. આ સિવાય ટીમમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઈ છે. તે જ સમયે, અહેવાલોની પુષ્ટિ પણ થઈ છે કે જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે. ટુર્નામેન્ટની શરૂઆત અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ (Indian Cricket Team) 28 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

કોહલી-રાહુલ એશિયા કપ રમશે

ભલે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પોતાની પૂરી તાકાત સાથે રમતી જોવા મળી નથી. પરંતુ એશિયા કપ માટે ભારતે પોતાની સંપૂર્ણ તાકાતવાળી ટીમ પસંદ કરી છે. ઈજા કે અંગત કારણોસર ટીમની બહાર રહેલા તમામ મોટા નામ હવે પરત ફર્યા છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસથી રજા પર હતો. પરંતુ હવે એશિયા કપમાં તેની વાપસીથી ટીમની તાકાત વધી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

એ જ રીતે, IPL 2022 દરમિયાન ફોર્મમાં રહેલા ભારતીય ઓપનર કેએલ રાહુલે પણ ગ્રોઈન ઈંજરી અને પછી કોરોનામાંથી સાજા થઈને એશિયા કપની ટીમમાં જગ્યા બનાવી લીધી છે. આ બંને સિવાય ટીમના ઘણા ચહેરા એવા જ છે, જેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી20 મેચોની સિરીઝમાં રમતા અને તેને 4-1 થી જીતતા જોવા મળ્યા હતા.

બુમરાહની ઈજા અંગે પણ પુષ્ટી કરાઈ

ટીમ ઈન્ડિયાની જાહેરાતના થોડા કલાકો પહેલા સમાચાર આવ્યા હતા કે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત છે અને તેના કારણે તેની પસંદગી કરવામાં આવશે નહીં. બીસીસીઆઈએ પણ આને મંજૂરી આપી દીધી છે. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. તેના સિવાય હર્ષલ પટેલ પણ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પાંસળીની ઈજાથી પરેશાન છે અને તેના કારણે તેની પસંદગી પણ કરવામાં આવી નથી. બોર્ડે કહ્યું કે બંને ખેલાડીઓ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને તેમના પુનર્વસનની પ્રક્રિયા પૂર્ણ કરશે.

બુમરાહની ગેરહાજરીને કારણે બોર્ડે અવેશ ખાન અને અર્શદીપ સિંહને તક આપી છે. આ બંને યુવા ફાસ્ટ બોલર સિનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સાથ આપશે. એટલે કે ત્રણ મોટા ફાસ્ટ બોલરોને ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યા પણ હશે. તે જ સમયે, સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિનની પસંદગી પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ રવિ બિશ્નોઈની પસંદગીથી આશ્ચર્ય થયું છે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

 

Published On - 9:52 pm, Mon, 8 August 22

Next Article