Asia Cup: ટીમ ઇન્ડીયા પાકિસ્તાનનો ખેડશે પ્રવાસ, એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે ભરી હા!

|

Oct 15, 2021 | 9:41 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023) પાકિસ્તાનમાં યોજાશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) નક્કી કર્યું, ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે

Asia Cup: ટીમ ઇન્ડીયા પાકિસ્તાનનો ખેડશે પ્રવાસ, એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે ભરી હા!
Asian Cricket Council Meeting

Follow us on

એક મોટો નિર્ણય લેતા, એશિયન ક્રિકેટ પરિષદે એશિયા કપ 2023 (Asia Cup 2023) નું આયોજન પાકિસ્તાન (Pakistan)ને આપ્યું છે. દુબઈમાં યોજાયેલી ACC ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, 2023 એશિયા કપનું આયોજન પાકિસ્તાન કરશે. આ ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં હશે. આ દરમિયાન એશિયા કપ 2024 નું આયોજન T20 ફોર્મેટમાં કરવામાં આવશે. તેનું આયોજન શ્રીલંકા કરશે. આ તમામ નિર્ણયોને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ જય શાહ (Jay Shah) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે જય શાહ BCCI ના સચિવ પણ છે.

જય શાહની અધ્યક્ષતામાં એસીસીની બેઠક યોજાઇ હતી. જેમાં જય શાહે જણાવ્યું હતું કે, આ વખતે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવો જોઈએ અને એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, ટુર્નામેન્ટ કોઈપણ તટસ્થ સ્થળે યોજાશે નહીં. આ નિર્ણયને પીસીબીના નવા ચેરમેન રમીઝ રાજાની મોટી સિદ્ધિ કહી શકાય. મીડિયા અહેવાલ અનુસાર, PCB અને BCCI એ પણ આ નિર્ણયની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2023 દરમ્યાન ભારતમાં વર્લ્ડ કપ પણ યોજાવાનો છે.

વિશ્વકપની તૈયારી માટે એશિયા કપનું આયોજન?

તમને જણાવી દઈએ કે વર્ષ 2023 માં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ પહેલા એશિયા કપનું પણ આયોજન કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આઈપીએલ પછી તરત જ એશિયા કપનું આયોજન થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

હવે સવાલ એ છે કે, શું ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન જશે? શું સરકાર ભારતીય ટીમને પાકિસ્તાન જવા દેશે? ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે, કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે ત્યાં સુધી ભારત તેની સાથે અથવા તેની ધરતી પર કોઈ શ્રેણી રમશે નહીં. એશિયા કપ 2020 પાકિસ્તાનમાં જ યોજાવાનો હતો. પરંતુ BCCI એ ટીમને ત્યાં મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ પછી શ્રીલંકાને એશિયા કપની હોસ્ટિંગ આપવામાં આવી હતી અને કોરોના વાયરસના કારણે ટુર્નામેન્ટ મુલતવી રાખવી પડી હતી.

ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ટકરાશે

એશિયા કપ રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ તે સવાલનો જવાબ મેળવવાનો હજુ સમય છે. પરંતુ ટૂંક સમયમાં યુએઈમાં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટક્કર થવાની છે. 24 ઓક્ટોબરે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અફઘાનિસ્તાન ના કેપ્ટન મોહમ્મદ નબીને તાલિબાન પર સવાલ કરાયો, જવાબમાં બતાવ્યુ ‘દર્દ’

આ પણ વાંચોઃ SAFF Championship: ભારતીય ફુટબોલ ટીમ ફાઇનલમાં પહોંચી, મહત્વનુ ટાઇટલ જીતવા નેપાળ સાથે શનિવારે ટકરાશે

Published On - 9:36 pm, Fri, 15 October 21

Next Article