એશિયા કપ (Asia Cup 2023)માં ભારત-પાકિસ્તાનની ટક્કરને હવે 20 દિવસનો સમય બાકી છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન પ્રથમ મેચમાં જ રમશે. પરંતુ, 2 સપ્ટેમ્બરે તેની ભારત સાથેની મુલાકાત કેન્ડીમાં થશે. આ હાઈવોલ્ટેજ મેચ સાથે ભારત એશિયા કપમાં પણ પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ, કેન્ડીમાં ભારત-પાકિસ્તાનની (India vs Pakistan) ટક્કર પહેલા વિરાટ કોહલી (Virat Kohli)નું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે બાબર આઝમ (Babar Azam) વિશે ઘણું બધું કહ્યું છે.
હવે જો તમે વિચારી રહ્યા છો કે વિરાટનું આ હાલના સમયનું છે તો તમે ખોટા છો. આ નિવેદન વાસ્તવમાં ગયા વર્ષના એશિયા કપનું છે, જે હમણાં જ ફરી શેર કરવામાં આવ્યું છે. આમાં વિરાટ બાબર વિશે વાત કરી રહ્યો છે. તે પાકિસ્તાનના કેપ્ટનના વખાણ કરી રહ્યો છે.
A bond beyond boundaries!
Here’s what @imVkohli had to say about his 1st interaction with @babarazam258 & his genuine admiration for the Pakistani skipper!
Put your #HandsUpForIndia & tune-in to #INDvPAK on #AsiaCupOnStar
Sep 2, Saturday | 2 PM Onwards | Star Sports Network pic.twitter.com/vvkbrePWFe— Star Sports (@StarSportsIndia) August 12, 2023
વિરાટ કોહલી પોતાની વાતની શરૂઆત એ ઘટનાથી કરે છે જ્યારે તે બાબર આઝમને પહેલીવાર મળ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે ઇમાદ વસીમે તેને બાબર વિશે કહ્યું અને તેનો પરિચય કરાવ્યો. વિરાટના કહેવા પ્રમાણે, તેની અને બાબરની પહેલી મુલાકાત 2019 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. વિરાટે કહ્યું કે તેના મતે બાબર આઝમ આ સમયે ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. પહેલા દિવસથી જ બાબર માટે તેના હૃદયમાં જે આદર છે તે ક્યારેય બદલાઈ શકે નહીં.
આ પણ વાંચો : Viral: પોતાના જન્મદિવસે હેટ્રીક લઈ આ ખેલાડીએ દિવસ બનાવ્યો ખાસ, જુઓ Video
જેણે બાબર આઝમનો પરિચય વિરાટ કોહલી સાથે પરિચય કરાવ્યો હતો કે ઇમાદ વસીમ હવે પાકિસ્તાની ટીમનો ભાગ નથી. સતત સારું પ્રદર્શન કર્યા બાદ પણ તેને એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં જગ્યા મળી ન હતી. પરંતુ, બાબર આઝમ કેપ્ટનશિપ અને બેટિંગનો બોજ પોતાના ખભા પર લઈને મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીને પણ ક્રિકેટમાં પડકાર ગમે છે. સારી વાત એ છે કે હવે તેના ખભા પરથી કેપ્ટનશિપનો બોજ હટી ગયો છે. મતલબ તેનું સંપૂર્ણ ધ્યાન બેટિંગ પર રહેશે અને આ વખતે ODI ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપમાં પાકિસ્તાન માટે આ સમાચાર સારા નથી.