એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર ઈંઝમામ-ઉલ-હકે (Inzamam-ul-Haq) પાકિસ્તાનની ટીમની જાહેરાત કરી અને તેણે બાબર આઝમની કપ્તાની હેઠળ કુલ 17 ખેલાડીઓને આ ટીમમાં જગ્યા આપી. મોટી વાત એ છે કે જે ખેલાડીને ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝ માટે પાકિસ્તાન ( Pakistan) ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો તે જ ખેલાડીને એશિયા કપ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
ડાબોડી બેટ્સમેન શાન મસૂદ વિશે વાત કરવામાં આવી રહી છે જે એશિયા કપમાં રમી શકશે નહીં. ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે શાન મસૂદને ટીમની બહાર રાખવામાં આવ્યો છે કારણ કે તેનું પ્રદર્શન સારું નથી. તે છેલ્લા ત્રણ મહિનાથી ખરાબ પ્રદર્શન આપી રહ્યો હતો. જોકે, મસૂદની જગ્યાએ ઈન્ઝમામ-ઉલ-હક દ્વારા તક આપવામાં આવેલ ખેલાડીનું પ્રદર્શન તેનાથી પણ વધુ ખરાબ છે.
🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023
મોહમ્મદ રિઝવાન અને ઈમામ-ઉલ-હક ઉપરાંત ત્રીજા ઓપનર અબ્દુલ્લા શફીકને પાકિસ્તાનની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અબ્દુલ્લા શફીક પાકિસ્તાન માટે શાનદાર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ તેને ODI ક્રિકેટ માટે પસંદ કરવામાં આવતા આશ્ચર્ય થયું છે. કારણ કે સફેદ બોલની ક્રિકેટમાં આ ખેલાડીએ અત્યાર સુધી બધાને નિરાશ કર્યા છે.
અબ્દુલ્લા શફીકના ODI અને T20 ઈન્ટરનેશનલના આંકડા ઘણા ખરાબ છે. ODIમાં આ ખેલાડીએ 3 મેચમાં 9.33ની એવરેજથી માત્ર 28 રન બનાવ્યા છે. જ્યારે T20માં શફીક 6 મેચમાં માત્ર 12.8ની એવરેજથી માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. આટલા નબળા આંકડા છતાં શફીકને એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
Pakistan’s squad for Afghanistan series and Asia Cup:
Babar Azam (c), Fakhar, M Rizwan, Shadab Khan, Abdullah Shafique, Faheem Ashraf, Haris Rauf, Iftikhar Ahmed, Imam Ul Haq, M Haris, M Wasim Jr, Saud Shakeel, Naseem Shah, Agha Salman, Shaheen Afridi, Tayyab Tahir, Usama Mir.… pic.twitter.com/RYoBUGEjaV
— Farid Khan (@_FaridKhan) August 9, 2023
પાકિસ્તાને આ ખેલાડીને ODI ટીમનો ઉપ-કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ શાન આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યો નહોતો. તેણે 9 મેચ બાદ જ પસંદગીકારોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. શાને અત્યાર સુધી 9 વનડેમાં માત્ર 18.11ની એવરેજથી 163 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 70થી ઓછો છે.
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ઉસામા મીર, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ હરિસ, ફહીમ અશરફ, ઇમામ-ઉલ-હક તૈયબ તાહિર, હરિસ રઉફ, ફખર ઝમાન, મોહમ્મદ વસીમ, આગા સલમાન, શાદાબ ખાન, નસીમ શાહ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ અને શાહીન શાહ આફ્રિદી.