Asia Cup 2023 : સુપર 4માં આ ત્રણ ટીમો સામે ટકરાશે ભારતીય ટીમ, કઈ રીતે ફાઈનલમાં થશે ભારત-પાકિસ્તાનની ટક્કર ?

Asia Cup 2023 News : સુપર-4માં કુલ 6 મેચો રમાશે. આ 6 મેચો બાદ જે ટીમ ટોપ-2માં રહેશે તે ફાઇનલમાં રમશે. આવી સ્થિતિમાં જો સુપર-4 તબક્કામાં પાકિસ્તાન અને ભારત ટોપ-2માં રહેશે તો પ્રથમ વખત એશિયા કપની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે નક્કી થશે. આ વખતે તેની શક્યતા ઘણી વધારે છે.

Asia Cup 2023 : સુપર 4માં આ ત્રણ ટીમો સામે ટકરાશે ભારતીય ટીમ, કઈ રીતે ફાઈનલમાં થશે ભારત-પાકિસ્તાનની ટક્કર ?
Asia cup 2023 Super 4 schedule
Image Credit source: ACC
| Edited By: | Updated on: Sep 06, 2023 | 7:57 AM

Sri lanka :  લાહોરમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકાની રસપ્રદ મેચ સાથે એશિયા કપમાં લીગ સ્ટેજ ખત્મ થયો છે. સુપર 4 રાઉન્ડ માટે તમામ 4 ટીમો ફાઈનલ થઈ ગઈ છે. ગ્રુપ Aમાંથી ભારત-પાકિસ્તાનની (Ind vs Pak) ટીમ ક્વોલિફાય થઈ છે. જ્યારે ગ્રુપ Bમાંથી શ્રીલંકા-બાંગ્લાદેશની ટીમ સુપર 4માં પહોંચી છે. સુપર 4માં ફરી ભારત અને પાકિસ્તાનની ટીમની ટક્કર જોવા મળશે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે એશિયા કપની ફાઈનલમાં પણ ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળે.

2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. જેને કારણે ભારત-પાકિસ્તાનની ટીમને 1-1 પોઈન્ટ મળ્યા હતા. સુપર 4માં સ્થાન મેળવવા ભારતીય ટીમે નેપાળને હરાવ્યુ હતુ. રનરેટના ફરકને કારણે ગ્રુપ Aમાં પાકિસ્તાનની ટીમ નંબર 1 પર રહી જ્યારે ભારતીય ટીમ બીજા સ્થાને રહી.

આ પણ વાંચો : Asia Cup 2023: નબી-શાહિદીની ઈનિંગ્સ પર ફરી વળ્યું પાણી, શ્રીલંકા સામે અફઘાનિસ્તાનની 2 રને હાર

એશિયા કપ 2023ના સુપર 4 રાઉન્ડનું સંપૂર્ણ શેડયૂલ

  • 6 સપ્ટેમ્બર – પાકિસ્તાન vs બાંગ્લાદેશ
  • 9 સપ્ટેમ્બર – શ્રીલંકા vs બાંગ્લાદેશ
  • 10 સપ્ટેમ્બર – ભારત vs પાકિસ્તાન
  • 12 સપ્ટેમ્બર – શ્રીલંકા vs ભારત
  • 14 સપ્ટેમ્બર – શ્રીલંકા vs પાકિસ્તાન
  • 15 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ vs ભારત

6 સપ્ટેમ્બરે પાકિસ્તાન-બાંગ્લાદેશની મેચ લાહોરમા રમાશે. સુપર 4ની ત્યાર બાદની તમામ મેચ શ્રીલંકામાં રમાશે. 17 સપ્ટેમ્બરે શ્રીલંકામાં જ ફાઈનલ મેચ રમાશે.

આ પણ વાંચો : હેન્ગઝાઉ એશિયન ગેમ્સ 2022માં ભારતીય ટીમ માટે ઓફિશ્યલ સ્પોન્સર બન્યું અમૂલ 

ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાશે!

સુપર-4માં કુલ 6 મેચો રમાશે. આ 6 મેચો બાદ જે ટીમ ટોપ-2માં રહેશે તે ફાઇનલમાં રમશે. આવી સ્થિતિમાં જો સુપર-4 તબક્કામાં પાકિસ્તાન અને ભારત ટોપ-2માં રહેશે તો પ્રથમ વખત એશિયા કપની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે નક્કી થશે. આ વખતે તેની શક્યતા ઘણી વધારે છે.

તેનું કારણ એ છે કે સુપર-4માં પહોંચેલી 4 ટીમોમાં માત્ર ભારત અને પાકિસ્તાન જ સૌથી મજબૂત છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ સારી ટીમો છે પરંતુ ભારત અને પાકિસ્તાનની સરખામણીમાં આ બંને ટીમો બહુ મજબૂત નથી. જો કે આ ક્રિકેટ છે અને તેમાં કંઈ પણ થઈ શકે છે.ભારત અને પાકિસ્તાન પણ આ વાત જાણે છે અને તેથી આ બંને ટીમોને હળવાશથી નહીં લે.

આ પણ વાંચો : એશિયા કપની યજમાની અંગે જય શાહે કર્યો ખુલાસો, કહ્યું શા માટે તેણે પાકિસ્તાનની અવગણના કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:57 am, Wed, 6 September 23