IND vs PAK: પાકિસ્તાની બોલરોની પિટાઈ દરમિયાન સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ના નાદ ગુંજ્યા, જુઓ Video

|

Sep 03, 2023 | 8:31 AM

ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ટીમ ઈન્ડિયાને 266 રન સુધી પહોંચાડી હતી. મેચ દરમિયાન પલ્લેકેલેના સ્ટેડિયમમાં 'રામ સિયા રામ' ગીત ગુંજી ઉઠ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ વિશ્વાસ કરી શકતા નથી કે પાકિસ્તાન સામેની મેચમાં સ્ટેડિયમમાં ખરેખર રામ સિયા રામનું ગીત વગાડવામાં આવી રહ્યું હતું. જ્યારે ઇશાન અને હાર્દિક બેટિંગ કરી રહ્યા હતા ત્યારે આ ગીત સ્ટેડિયમમાં વાગ્યું હતું.

IND vs PAK: પાકિસ્તાની બોલરોની પિટાઈ દરમિયાન સ્ટેડિયમમાં રામ સિયા રામના નાદ ગુંજ્યા, જુઓ Video
India vs Pakistan

Follow us on

એશિયા કપ (Asia Cup 2023)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કંઈક એવું થયું જેણે દુનિયાભરના ચાહકોને ચોંકાવી દીધા હતા. જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ઈશાન કિશન પાકિસ્તાની બોલરોને ફટકારી રહ્યા હતા ત્યારે પલ્લેકેલેના સ્ટેડિયમમાં રામ સિયા રામ (Ram Siya Ram) નું નામ ગુંજી રહ્યું હતું.

સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’

આ ઘટના 37મી ઓવરના પહેલા બોલ પર બની જ્યારે ઈશાન કિશને મોહમ્મદ નવાઝના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો અને ત્યાર બાદ સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વાગવા લાગ્યું. તમને જણાવી દઈએ કે ઘણીવાર મેચમાં બાઉન્ડ્રી પછી કોઈ ગીત અથવા કોઈ સંગીત વગાડવામાં આવે છે અને પલ્લેકેલેમાં પણ આવું જ થયું છે. DJએ આદિપુરુષ (Adipurush) ફિલ્મનું રામ સિયા રામ ગીત વગાડ્યું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પંડ્યા-ઈશાને લંકામાં પાવર બતાવ્યો

જો કે, પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને પોતાના બેટથી શાનદાર ધૂન વગાડી હતી. પાકિસ્તાને પ્રથમ 15 ઓવરમાં ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. ભારતે પ્રથમ ચાર વિકેટ માત્ર 66 રનમાં ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી હાર્દિક અને ઈશાને શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ શાનદાર અડધી સદીની ઈનિંગ્સ રમી હતી. ઈશાને 81 બોલમાં 82 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 87 રન બનાવ્યા હતા. સૌથી મહત્વની વાત એ હતી કે મુશ્કેલ પ્રસંગે ઈશાન-પંડ્યાએ 138 રનની અજોડ ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો : IND vs PAK Breaking News : ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદની જીત, સતત પડતા વરસાદને કારણે મેચ રદ્દ

પાકિસ્તાની ફાસ્ટ બોલરોનું શાનદાર પ્રદર્શન

એક તરફ ઈશાન અને પંડ્યાનો પાવર દેખાઈ રહ્યો હતો તો બીજી તરફ પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લીધી હતી. નસીમ શાહે પણ માત્ર 36 રનમાં 3 વિકેટ લીધી હતી. હારીસ રઉફે પણ 3 મહત્વની વિકેટ લીધી હતી. ભારતની તમામ 10 વિકેટ પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ લીધી હતી. જો કે, ઈશાન-પંડ્યાની મહેનતે કોઈક રીતે ટીમ ઈન્ડિયાને 266 રનના આંકડા સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article