Pallekele : દુનિયાભરના ક્રિકેટ ફેન્સ જે મેચની આતુરતાથી રાહ જોતા હોય છે તે ભારત-પાકિસ્તાનની મેચ આવતીકાલે 2 સપ્ટેમ્બરે રમાશે. ટી20 વર્લ્ડ કપ 2023માં રમાયેલી છેલ્લી મેચના 314 દિવસ બાદ એશિયાની આ ધૂંધર ટીમો એકબીજાની સામે હશે. પ્રથમ મેચમાં નેપાળને મોટા અંતરથી હરાવીને પાકિસ્તાનની ટીમ ફોર્મમાં છે. જ્યારે ભારતની ટીમ એશિયા કપ 2023માં આજે પહેલી મેચ રમશે. ચાલો જાણીએ ભારત-પાકિસ્તાનની મેચની લાઈવ સ્ટ્રીમિંગ અને હેડ ટુ હેડ રેકોર્ડ વિશે.
એશિયા કપની છેલ્લી 15 સિઝનમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં 7 વાર (1984, 1988, 1990-91, 1995, 2010,2016 અને 2018) ટાઈટલ જીતી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 2 વાર એશિયા કપ જીતી છે. શ્રીલંકાની ટીમ કુલ 6 વાર એશિયા કપ જીતી ચૂકી છે.
આ પણ વાંચો : Asia Cup 2023માં સચિન-પોન્ટિંગના રેકોર્ડ જોખમમાં, હિટમેન ધ્વસ્ત કરશે આ 5 રેકોર્ડ
રોહિત શર્મા (કેપ્ટન ), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન ), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, KL રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શુભમન ગિલ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ. , પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અને જસપ્રિત બુમરાહ.
બાબર આઝમ (કેપ્ટન), મુહમ્મદ તૈયબ તાહિર, અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, આગા સલમાન, ફહીમ અશરફ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, શાહીન આફ્રિદી અને હરિસ રઉફ.
સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 1 Tamil SD + HD, Star Sports 1 Telugu SD+HD, Star Sports 1 Kannada ચેનલ પર તમે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ શકો છો. ક્રિકેટ ફેન્સ Disney Hotstar+ની એપ અને વેબસાઈટથી ભારત-પાકિસ્તાનની મેચ ફ્રીમાં જોઈ શકો છો.
ફોર્મેટ | મેચ | ભારતની જીત | પાકિસ્તાનની જીત | ટાઈ | પરિણામ રહિત |
ODI | 13 | 7 | 5 | 0 | 1 |
T20I | 3 | 2 | 1 | 0 | 0 |
Total | 16 | 9 | 6 | 0 | 1 |
ફોર્મેટ | મેચ | ભારતની જીત | પાકિસ્તાનની જીત | ડ્રો / ટાઈ |
Test | 59 | 9 | 12 | 38 |
ODI | 132 | 55 | 73 | 4 |
T20I | 12 | 9 | 3 | 0 |
Total | 203 | 73 | 88 | 42 |
એશિયા કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચ દરમિયાન વરસાદને કારણે મેચ અટકી હતી. 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પણ વરસાદનું વિઘ્ન જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં DLS નિયમ એટલે ડકવર્થ-લુઈસ નિયમ મહત્વનો સાબિત થશે. તેના આધારે મેચનું પરિણામ નક્કી થઈ શકે છે. જોકે, ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા આતુર ફેન્સ વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : Asia Cup 2023માં ભારત-પાકિસ્તાનની મેચમાં DLS નિયમ ભજવશે મહત્વની ભૂમિકા, જાણો શું છે તેનું ગણિત
Published On - 8:23 pm, Fri, 1 September 23