Asia Cup 2023 માટે ભારતીય ટીમનું થયું એલાન, IND vs PAKની આ દિવસે થશે મેચ

Team India : એશિયા કપ 2023ના વેન્યૂને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, તે બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 14 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ એશિયા કપ 2023ની શરુઆત 12 જૂનથી થશે.

Asia Cup 2023 માટે ભારતીય ટીમનું થયું એલાન, IND vs PAKની આ દિવસે થશે મેચ
Asia Cup 2023
| Edited By: | Updated on: Jun 02, 2023 | 5:10 PM

Mumbai : બીસીસીઆઈ (BCCI) દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સિનિયર પુરુષ એશિયા કપ 2023ના વેન્યૂને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, તે બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 12 જૂનથી મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023ની શરુઆત હોન્ગ કોન્ગમાં થશે. જ્યારે ફાઈનલ મેચ 21 જૂનના રોજ થશે.

બીસીસીઆઈ એ આજે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ઈન્ડિયા A સ્કવોડ અને તેમના શેડયૂલ શેયર કર્યું છે. આ ટીમમાં કુલ 14 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. ભારતીય ટીમ 13 જૂનથી પોતાના એશિયા કપ અભિયાનની શરુઆત કરશે. 17 જૂનના દિવસે ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થશે.

આ પણ વાંચો : Wrestlers Protest : પહેલવાનોના સમર્થનમાં આવ્યા કપિલ-ગાવસ્કરની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો, સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

BCCI એ જાહેર કરી ભારતીય ટીમ

મહિલા એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ : શ્વેતા સહરાવત ( કેપ્ટન), સૌમ્યા તિવારી ( વાઈસ-કેપ્ટન), તૃષા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટિલ, કનિકા આહૂજા, ઉમા ક્ષેત્રી ( વિકેટકીપર), મમતા મદીવાલા ( વિકેટકીપર), તિતાસ સંધુ, યશશ્રી એસ, કાશવી ગૌતમ, પાર્શવી, ચોપડા, મન્નત કશ્યપ, બી અનુષા

ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ

  • ભારત vs હોંગ કોન્ગ- 13 જૂન, 2023
  • ભારત vs થાઇલેન્ડ – 15 જૂન, 2023
  • ભારત vs પાકિસ્તાન – 17 જૂન, 2023

આ પણ વાંચો : Ravindra Jadejaએ ઇન્સ્ટાગ્રામ પર DP બદલ્યું, પત્ની નહિ પરંતુ આ ખાસ વ્યક્તિનો રાખ્યો ફોટો

બે ભાગમાં વિભાજીત થશે ટીમો

આ ટૂર્નામેન્ટ હોન્ગ કોન્ગમાં રમાશે. તમામ ટીમનોને ગ્રુપ A અને Bમાં વિભાજીત કરવામાં આવી છે. દરેક ટીમમાં 4-4 ટીમો હશે. ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને યુએઈની ટીમ રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોન્ગ કોન્ગની ટીમ હશે.

પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું એશિયા કપ 2023નું ચેમ્પિયન

મેન્સ જુનિયર એશિયા કપની 10મી આવૃતિમાં ભારતીય ટીમ એ શાનદાર જીત મેળવી હતી. ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા હતા.પ્રથમ સેમિફાઈનલમાં કોરિયાની ટીમને ભારતની ટીમ એ 9-1થી હરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં મલેશિયાની ટીમને પાકિસ્તાનની ટીમ એ 2-6થી હરાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો