Ashes : ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતીય ખેલાડીની કરી બરાબરી

ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી એશ્લે ગાર્ડનરે ઈંગ્લેન્ડ સામે આઠ વિકેટ ઝડપી કમાલ કરી હતી અને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. સાથે જ તે નંબર-1 બોલર પણ બની ગઈ હતી.

Ashes : ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતીય ખેલાડીની કરી બરાબરી
Ashleigh Gardner
| Edited By: | Updated on: Jun 26, 2023 | 8:48 PM

મહિલાઓની એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રને હરાવી સીરિઝ જીતી લીધી હતી. આ જીતની હીરો એશ્લે ગાર્ડનર રહી હતી, જેણે બીજી ઇનિંગમાં વિરોધી ટીમની આઠ વિકેટ ઝડપી ટીમને મોટી જીત અપાવી હતી. આ જીત સાથે જ તેણે એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યા હતા.

ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ

એશ્લે ગાર્ડનરે ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં 8 વિકેટ ઝડપી હતી. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ હતી. એશ્લે ગાર્ડનરે ભારતની નીતુ ડેવિડની બરાબરી કરી હતી. ભારતની નીતુ ડેવિડે વર્ષ 1995માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઇનિંગમાં 8 વિકેટ ઝડપી હતી.

બંને ઇનિંગમાં મળીને કુલ 12 વિકેટ ઝડપી

એશ્લે ગાર્ડનરે એકમાત્ર એશિઝ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયન ટીમને મોટી જીત અપાવી હતી. ગાર્ડનરે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં ચાર ખેલાડીઓને આઉટ કરી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે દસમાંથી આઠ વિકેટ પોતાને નામ કરી હતી. આમ એક ટેસ્ટ મેચમાં એશ્લે ગાર્ડનરે કુલ 12 વિકેટ ઝડપી હતી.

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બીજું શ્રેષ્ઠ પ્રદર્શન

એશ્લે ગાર્ડનરે બંને ઇનિંગમાં મળી કુલ 12 વિકેટ ઝડપી વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. ગાર્ડનરનું આ પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ મહિલા ખેલાડીનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા પાકિસ્તાનની સાજિયા ખાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં 13 વિકેટ ઝડપી હતી, જે ટેસ્ટમાં મહિલા બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.


આ પણ વાંચોઃ Ashes : ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રનથી હરાવી એશિઝ ટ્રોફી પર કર્યો કબજો, ગાર્ડનરની 8 વિકેટ

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રનથી હરાવ્યું

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલ એકમાત્ર એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ એશ્લે ગાર્ડનરની ધારદાર બોલિંગના સહારે ઈંગ્લેન્ડને 89 રને હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી. એશ્લે ગાર્ડનરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો