ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 35 રનની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે 2 વિકેટના નુકસાન પર 28 રન બનાવી લીધા છે. જો રૂટ અને ઓલી પોપ ક્રિઝ પર છે. બંને હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શક્યા નથી. વરસાદના કારણે રમત બંધ થાય તે પહેલા જ ઈંગ્લેન્ડે તેની 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેક ક્રાઉલી અને બેન ડકેટ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.
ક્રાઉલી માત્ર 7 રન બનાવીને સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો. જ્યારે ડકેટે 19 રન પર પેટ કમિન્સની બોલ પર કેમેરોન ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ પોપ અને રૂટ ક્રિઝ પર ઉતર્યા હતા, પરંતુ વરસાદના કારણે તેઓ ત્રીજા દિવસે ક્રિઝ પર વધુ સમય રમી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ચોથા દિવસે આ જોડી પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે, કારણ કે ઈંગ્લેન્ડ મજબૂત લીડ લેવાનો પ્રયાસ કરશે.
The covers are off, the boys are back out and we’re ready to go ✊#EnglandCricket | #Ashes pic.twitter.com/xRfXao45aM
— England Cricket (@englandcricket) June 18, 2023
આ પહેલા ઇંગ્લિશ બોલરોએ ત્રીજા દિવસે લંચ સુધી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને 386 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઉસ્માન ખ્વાજાની સદી બાદ એલેક્સ કેરી અને સુકાની પેટ કમિન્સની ઈનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને મોટી લીડ લેવાની તક આપી ન હતી. ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં માત્ર 7 રનની લીડ મળી હતી.
Australia were terrific with the ball before rain intervened at Edgbaston on Day 3 💪#Ashes | #WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/aS8n6OZuDS
— ICC (@ICC) June 18, 2023
ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની શરૂઆત પોતાની ઇનિંગ્સ 311 રનથી લંબાવી હતી. ઓસ્ટ્રેલિયાને ત્રીજા દિવસે પહેલો ફટકો એલેક્સ કેરીના રૂપમાં લાગ્યો હતો. જે 66 રન બનાવી આઉટ થયો હતો. તેના પછી ઓલી રોબિન્સને ખ્વાજાની ઇનિંગ્સને 141 રન પર રોકી દીધી હતી. 372 રનમાં 7 વિકેટ પડી ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ અને પછી કમિન્સના રૂપમાં તેની છેલ્લી વિકેટ 386 રનમાં ગુમાવી હતી. સ્ટુઅર્ટ બ્રોડ અને ઓલી રોબિન્સનને 3-3 સફળતા મળી હતી. જ્યારે મોઈન અલીને 2, જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સને 1-1 વિકેટ મળી હતી.