એશિઝ 2023ની પહેલી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે વરસાદે દસ્તક આપતા અંતિમ દિવસના પહેલા સેશન પર તેની અસર પડી છે અને વરસાદના કારણે મેચ હવે થોડા સમય બાદ શરૂ થશે. હાલના સમયમાં મેચ 5:40 પછી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે પાંચમા દિવસની રમત સમય મુજબ એટલે કે બપોરે 3.30 વાગ્યા સુધી શરૂ થઈ શકી ન હતી. હવે મેચમાં થોડો વિલંબ થશે. માનવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે 2-3 કલાક સુધી મેચ રમાશે નહીં.
It is raining in Edgbaston 🌧️
The start of a pivotal day five of the first #Ashes Test has been delayed. #WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/pZq0N3lF8X
— ICC (@ICC) June 20, 2023
એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે બીજા દાવમાં 273 રનમાં સમેટાઈ ગયું હતું. આ પછી ચોથા દિવસની રમતમાં અંતે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટ જીતવા માટે પાંચમા અને અંતિમ દિવસે વધુ 174 રનની જરૂર છે જ્યારે ઈંગ્લેન્ડ જીતથી સાત વિકેટ દૂર છે.
ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પ્રથમ દિવસની રમતમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેટ્સમેન જેક ક્રાઉલે 61 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જો રૂટે અણનમ રહીને 118 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જોની બેયરસ્ટોએ 78 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાને 393 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 386 રનમાં સમેટાઈ ગયું હતું.
Morning all 👋
It’s been a rather bleak start to the day at Edgbaston ☔️
Here’s hoping for some play later on 🤞#EnglandCricket | #Ashes pic.twitter.com/bC5yQ6dleK
— England Cricket (@englandcricket) June 20, 2023
બીજી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમે આક્રમક રમત બતાવી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં વનડે ફોર્મેટની બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને ચોથા દિવસે ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને પહેલી એશિઝ ટેસ્ટ જીતવા 281 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી 107 રન બનાવી લીધા હતા અને હવે આજે પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા વધુ 174 રનની જરૂર છે.