Ashes 2023 : ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે 15 સભ્યોની ટીમ કરી જાહેર, મોઈન અલીનું કમબેક

લોર્ડસ ટેસ્ટ સમાપ્ત થયાના તુરંત બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આગામી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં એક પરિવર્તન કરવામાં આવ્યું છે.

Ashes 2023 : ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે 15 સભ્યોની ટીમ કરી જાહેર, મોઈન અલીનું કમબેક
Team England
| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:51 PM

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. પહેલી બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ એશિઝ 2023માં 0-2થી પાછળ થઈ ગઈ છે. એવામાં આગામી મેચમાં ઈંગ્લેન્ડને જીત મેળવવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે.

લીડ્સ ખાતે રમાશે ત્રીજી ટેસ્ટ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ 2023 સીરિઝની ત્રીજી ટેસ્ટ 6 જુલાઈથી હેડિંગસે લીડ્સ ખાતે રમાશે. પહેલી બે મેચમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ જો ઓસ્ટ્રેલિયા જીતવામાં સફળ રહેશે તો સીરિઝ પણ પોતાને નામ કરી લેશે.

ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમ જાહેર

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુવા લેગ સ્પિનર ​​રેહાન અહેમદને હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં જગ્યા મળી નથી. જ્યારે સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ:

બેન ડકેટ, જેક ક્રોલી, ડેન લોરેન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જો રૂટ, જોશ ટોંગ, ઓલી રોબિન્સન, મોઈન અલી , ક્રિસ વોક્સ અને માર્ક વુડ.

આ પણ વાંચોઃ IND vs BAN : BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી

લોર્ડ્સ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત

ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 325 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે, યજમાન ટીમે બીજા દાવમાં વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાને 279 રન પર રોકી દીધું. આ રીતે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, મુલાકાતી ટીમ 327 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ 43 રને જીતી લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો