ઇંગ્લેન્ડની ટીમ જે રીતે એશિઝ શ્રેણી રમી રહી છે તે ખરેખર વિશ્વના કરોડો ચાહકો માટે રોમાંચથી ઓછી નથી. ઇંગ્લિશ ટીમની બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ પ્લેસમેન્ટ હોય, તે વિશ્વની કોઈપણ ટીમ કરતા અલગ દેખાય રહી છે. પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પણ કંઈક એવું જોવા મળ્યું જેને જોઈને ચાહકોની આંખો પોહળી થઈ ગઈ હશે.
હવે તમે વિચારતા હશો કે આખરે જો રૂટે એવું તે શું કર્યું? તો ઈંગ્લેન્ડના આ બેટ્સમેને સ્કોટ બોલેન્ડની બોલ પર રિવર્સ સ્કૂપ શોટ ફટકાર્યો હતો. શાનદાર વાત એ છે કે રૂટે ચોથા દિવસની પહેલી જ ઓવરના છઠ્ઠા બોલ પર જ આ સિક્સર ફટકારી હતી.
સામાન્ય રીતે બેટ્સમેન દિવસની શરૂઆતમાં થોડી શાંતિથી સેટ થાય છે અને પછી શોટ રમતા હોય છે. ખાસ કરીને જો મેચ ઈંગ્લેન્ડમાં હોય તો બેટ્સમેન શરૂઆતની ઓવરોમાં વધુ ધ્યાનથી રમે છે, પરંતુ જો રૂટે આ વિચાર બદલી નાખ્યો. તેણે ચોથા દિવસના પહેલા જ બોલ પર રિવર્સ સ્કૂપ રમ્યો, જે દરેક માટે ચોંકાવનારો હતો. જોકે બોલ અને રૂટના બેટ વચ્ચે કોઈ સંપર્ક નહોતો.
A ramp-bunctious start from Joe Root 🔥
What is going on!? 😂🤷♂️ #EnglandCricket | #Ashes pic.twitter.com/ieMdbBnRAH
— England Cricket (@englandcricket) June 19, 2023
દિવસની શરૂઆતના પ્રથમ બોલ પર રિવર્સ સ્કૂપ રમ્યા બાદ જો રૂટે છઠ્ઠા બોલ પર ફરીથી એ જ શોટ રમ્યો હતો. આ વખતે બોલ વિકેટકીપરની ઉપરથી બાઉન્ડ્રી પાર કરી સિક્સર સાબિત થયો હતો. પછીના બોલ પર ફરી, જો રૂટે રિવર્સ સ્કૂપ ફટકારી અને બોલ બાઉન્ડ્રી પાર ગયો. ટેસ્ટ ક્રિકેટમાં રૂટ જે પ્રકારના શોટ્સ રમી રહ્યો છે તે અદ્ભુત છે.
આ પણ વાંચોઃ ODI World Cup 2023: અફઘાનિસ્તાનના સ્પિનરોથી ભયભીત પાકિસ્તાન, ચેન્નઈમાં રમવા નથી માંગતા મેચ
વાસ્તવમાં, માત્ર જો રૂટ જ નહીં, ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ આ શૈલીમાં ટેસ્ટ રમી રહ્યા છે, જે બેઝબોલ ક્રિકેટ તરીકે પ્રખ્યાત થઈ રહી છે.
જ્યારથી બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કોચ બન્યા છે, ત્યારથી આ ટીમની વિચારસરણી બદલાઈ ગઈ છે. દરેક બેટ્સમેન જોખમ લઈ રહ્યા છે અને રન બનાવી રહ્યા છે. આ ટેસ્ટ T20 સ્ટાઈલમાં રમાઈ રહી છે. રૂટ પણ આ રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયો છે.
118*(152) in first innings.
46(55) in second innings.Joe Root has started the Ashes on a high, incredible display of batting. pic.twitter.com/lPVowbJiUr
— Johns. (@CricCrazyJohns) June 19, 2023
એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે અને તેનું કારણ પણ ઈંગ્લેન્ડની વિચિત્ર વિચારસરણી છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે એજબેસ્ટન ખાતે પોતાનો પ્રથમ દાવ ડિકલેર કરી દીધો હતો.
આ ટીમે 78 ઓવરમાં 393 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી ઈંગ્લિશ ટીમે ઓસ્ટ્રેલિયાને 386 રનમાં ઓલઆઉટ કરીને 7 રનની લીડ મેળવી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયા લીડ તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ પછી ઈંગ્લેન્ડે વિચિત્ર ફિલ્ડિંગ કરીને વિરોધી ટીમને ઘેરી લીધી અને લીડ લેવાથી રોકી દીધી હતી.