BCCI Selection Committee : શું તમારે બનવું છે BCCIના સિલેક્ટર, જાણો શું છે ક્વોલિફિકેશન?

|

Jun 22, 2023 | 10:24 PM

BCCIએ ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની ખાલી જગ્યા ભરવાની તારીખ કરી જાહેર છે. લાંબા સમયથી આ પદ ખાલી પડ્યું છે.

BCCI Selection Committee : શું તમારે બનવું છે BCCIના સિલેક્ટર, જાણો શું છે ક્વોલિફિકેશન?
BCCI Selection Committee

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પુરુષોની પસંદગી સમિતિના સભ્ય માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 30 જૂન, 2023 છે. સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ ચેતન શર્માએ મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી પસંદગી સમિતિમાં આ પદ ખાલી છે.

BCCIએ વેબસાઇટ પર કરી પોસ્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુરુષોની પસંદગી સમિતિના એક સભ્ય માટે અરજીઓ મંગાવી છે. BCCIના આ કામને જોઈને લાગે છે કે ટૂંક સમયમાં જ ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા સિલેક્ટરની ભરતી કરવામાં આવશે. ભારતીય ટીમ સિલેક્ટરના પદ માટેની સૂચના BCCIની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

સિલેક્ટર બનવા માટે શું છે જરૂરી?

BCCI અનુસાર પસંદગીકારના પદ માટે અરજી કરનાર વ્યક્તિ પાસે ખાસ લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારે આ માટે ક્રિકેટના કોઈ એક ફોર્મેટમાં ઓછામાં ઓછી અમુક મેચો રમી હોય તે પણ ખૂબ જ જરૂરી છે.

આ લાયકાત સાથે અરજી કરી શકો છો

અરજી કરનાર ઉમેદવારે 30 ફર્સ્ટ ક્લાસ મેચ, ટીમ ઈન્ડિયા તરફથી 7 સાત ટેસ્ટ મેચ અથવા 10 વનડે મેચની સાથે 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવી જરૂરી છે. આમાંથી એકમાં પણ જો તમે ક્વોલિફાય હો તો તમે BCCIના મુખ્ય પસંદગીકારના પદ માટે અરજી કરી શકો છો. અરજી કરનાર ઉમેદવારે ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા રમતમાંથી નિવૃત્તિ લીધી હોવી પણ જરૂરી છે. સાથે જ પાંચ વર્ષ માટે કોઈપણ ક્રિકેટ કમિટીના સભ્ય રહેનાર આ પોસ્ટર માટે અરજી કરી શકશે નહીં. બીસીસીઆઈના નિયમો અનુસાર આ નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ODI World Cup Qualifier : સ્કોટલેન્ડે રોમાંચક મેચમાં આયર્લેન્ડને 1 વિકેટથી હરાવ્યું, માઈકલ લીસ્કના 91 રન

bcci president

સિલેક્ટરની જવાબદારી

BCCIના મુખ્ય પસંદગીકારની પ્રાથમિક જવાબદારી નિષ્પક્ષ રહી શ્રેષ્ઠ ટીમની પસંદગી કરવાની છે. સાથે જ નવી યોજનાઓ બનાવવી, અન્ય સભ્યોની પસંદગી કરવી, ટીમ મિટિંગમાં ભાગ લેવું, ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મેચ જોવા પ્રવાસ કરવો, ટીમની રિપોર્ટ તૈયાર કરવી, મીડિયાને સંબોધિત કરવું, દરેક ફોર્મેટ માટે કપ્તાનની પસંદગી કરવી અને BCCIના તમામ નિયમોનું પાલન કરવું અને કરાવવું એ તેમની જવાબદારી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article