અનાયા બાંગર જીમમાં ખાસ વ્યક્તિ સાથે વર્ક આઉટ કરતી જોવા મળી, શેર કર્યા ફોટો

છોકરામાંથી છોકરી બન્યા બાદ સતત ચર્ચામાં રહેતી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનન્યા બાંગર સોશિયલ મીડિયામાં સતત પોસ્ટ કરતી જ રહે છે. હવે અનાયાએ જીમમાં વર્ક આઉટના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા હતા. જેમાં તે એક ખાસ વ્યક્તિ સાથે જોવા મળી હતી. જાણો કોણ છે આ વ્યક્તિ.

અનાયા બાંગર જીમમાં ખાસ વ્યક્તિ સાથે વર્ક આઉટ કરતી જોવા મળી, શેર કર્યા ફોટો
Anaya Bangar
Image Credit source: Instagram
| Updated on: Jul 31, 2025 | 9:49 PM

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનાયા બાંગર આ દિવસોમાં તેની ફિટનેસ અને હેલ્થી લાઈફસ્ટાઈલને કારણે સમાચારમાં છે. તાજેતરમાં બ્રેસ્ટ ઓગમેન્ટેશન અને ટ્રેકિયલ શેવ સર્જરીમાંથી સ્વસ્થ થયા પછી, અનાયાએ ફરી એકવાર સામાન્ય પ્રવૃત્તિઓ શરૂ કરી છે. હવે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક નવી સ્ટોરી શેર કરી છે, જેમાં તે જીમમાં સખત મહેનત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન, તેની સાથે એક ખાસ વ્યક્તિ પણ જોવા મળે છે.

અનાયાનો જીમમાં વર્કઆઉટ

તાજેતરના સમયમાં સર્જરી પછી સ્વસ્થ થયા પછી પણ અનાયા બાંગરે પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે આઈસ ફેશિયલ કરાવતી અને જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. અનાયાનો ભાઈ અથર્વ બાંગર પણ તેની સાથે જીમમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, અથર્વ, જે અનાયા કરતા નાનો છે, તે એક યુવા ક્રિકેટર છે. તેની સ્ટોરીમાં બંને વચ્ચેનો મજબૂત સંબંધ સ્પષ્ટપણે દેખાય છે.

Anaya Bangar worked out with brother

ભાઈ-બહેનનો પ્રેમ

અનાયાએ એક વાર તેના નાના ભાઈ અથર્વ સાથેના તેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે કહ્યું, ‘મારા નાના ભાઈ અથર્વને પણ મારા પરિવર્તન વિશે ખબર હતી, જ્યારે હું તેમાંથી પસાર થઈ રહી હતી. તે હવે 16 વર્ષનો છે, પરંતુ એક વાત જે હંમેશા મારા મનમાં રહી તે એ હતી કે તેણે મને કહ્યું કે હું બદલાઉ કે ન બદલાઉ, આપણે ભાઈ-બહેન જ રહીશું. અને તે તેના માટે મહત્વનું છે.

પરિવારનું ક્રિકેટ સાથે કનેક્શન

અનાયાના પિતા સંજય બાંગરે ભારત માટે 12 ટેસ્ટ અને 15 વનડે રમી છે અને તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે. અનાયાએ પણ તેના પિતાના પગલે ચાલીને ક્રિકેટમાં પ્રવેશ કર્યો. અથર્વ બાંગર પણ ક્રિકેટ રમે છે. સંજય બાંગરના પરિવારમાં ક્રિકેટ અને ફિટનેસ ગાઢ રીતે જોડાયેલા છે. સંજય બાંગર પછી, હવે તેમના બાળકો પણ ફિટનેસ અને રમતગમત પ્રત્યે પોતાનો જુસ્સો બતાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગ્રાઉન્ડ કરતા વધુ જરૂરી છે પિચની સેફટી, જાણો તેના માટે શું છે ICCનો નિયમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:28 pm, Thu, 31 July 25