
છેલ્લા કેટલાક મહિનાથી અનાયા બાંગર સતત હેડલાઈનમાં છે. હાલમાં તે તેના ટેસ્ટ રિપોર્ટ માટે સમાચારમાં છે, જે તેણે છોકરી બન્યા પછી પોતાનો પ્રેમ મેળવવા માટે જાહેર કર્યો છે. હવે તમે પૂછશો કે અનાયા બાંગરનો પ્રેમ એટલે શું? તો અહીં અમે તેના ક્રિકેટ પ્રત્યેના પ્રેમ વિશે વાત કરી રહ્યા છીએ. છોકરામાંથી છોકરી બન્યા પછી પણ અનાયાનો ક્રિકેટ રમવાનો જુસ્સો ઓછો થયો નથી. તેના જુસ્સાને જીવવા માટે, તેણે વજન ઘટાડવાથી લઈને તેના શરીરમાં શું-શું પરિવર્તન કર્યા આ તમામ રહસ્યો જાહેર કરી દીધા છે.
હકીકતમાં, છોકરી બનતા પહેલા, અનાયાની ઓળખ આર્યન બાંગર તરીકે હતી. તે અનેક ટુર્નામેન્ટમાં યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન જેવા ક્રિકેટરો સાથે રમી ચૂકી છે. પરંતુ, ટ્રાન્સજેન્ડર મહિલા બન્યા પછી, ક્રિકેટ રમવાનું તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે. આને ધ્યાનમાં રાખીને તેણે પોતાનો 8 અઠવાડિયાનો ટેસ્ટ રિપોર્ટ રજૂ કર્યો છે અને ICC અને BCCIને ડેટાના આધારે તેના પર વિચાર કરવા અપીલ કરી છે.
છોકરી બન્યા પછી અનાયા મહિલા ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવવાના મૂડમાં છે. અને, આ વાતને ધ્યાનમાં રાખીને, તેણે પોતાનો ટેસ્ટ પણ કરાવ્યો. 20 જાન્યુઆરી 2025 થી 20 માર્ચ 2025 દરમિયાન ડો. બ્લેર હેમિલ્ટનના નેતૃત્વ હેઠળ 8 અઠવાડિયા માટે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેથી તે નક્કી કરી શકાય કે તે મહિલા ક્રિકેટ રમવા માટે યોગ્ય છે કે નહીં. અનાયા 8 અઠવાડિયામાં 3 વખત ડોકટરોની મુલાકાત લઈ ચૂકી છે.
અનાયાના ટેસ્ટ રિપોર્ટ મુજબ, ડોક્ટર પાસે પહેલી મુલાકાતમાં તેનું વજન 71 કિલો હતું, જે બીજી મુલાકાતમાં ઘટીને 69.8 કિલો થઈ ગયું. ત્રીજી મુલાકાતમાં, તેનું વજન 68.1 કિલો હોવાનો અંદાજ હતો. આનો અર્થ એ થયો કે ક્રિકેટ રમવાના પ્રયાસોમાં અનાયાએ લગભગ 3 કિલો વજન ઘટાડ્યું છે.
વજન ઘટાડવા ઉપરાંત, ટેસ્ટ રિપોર્ટમાં અનાયાના શરીરના અન્ય રહસ્યો પણ ખુલ્યા. જેમ કે તે 8 અઠવાડિયામાં કેટલા કલાક સૂતી હતી? તેનું બ્લડ પ્રેશર કેવું હતું? તેના શરીરમાં હિમોગ્લોબિન છોકરીઓ જેવું છે કે નહીં? તેનું સુગર લેવલ કેવું છે? હવે વજન ઘટાડા સાથે, અનન્યા બાંગરે તેના શરીરના બધા રહસ્યો ખોલી નાખ્યા છે. તેની સાથે, તેણે તે અપીલ પણ કરી છે જે તે કરવા માંગતી હતી. પરંતુ શું તેના ક્રિકેટ રમવાના સપનાને આ પછી પણ દિશા મળશે કે કેમ તે હજુ પણ એક પ્રશ્ન છે.
આ પણ વાંચો: IND vs ENG : જસપ્રીત બુમરાહ કેમ ન બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? પોતે જ કર્યો મોટો ખુલાસો
Published On - 8:45 pm, Tue, 17 June 25